________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુરસુંદરીચરિત્ર જાણ? એમ જે હે મહને પૂછ્યું હતું તેને સર્વ ઉત્તર મહેં હને કહ્યો. માટે હે ચિત્રવેગ ? રૂપ અને વન વડે અદભુત એવા આ મનુષ્યભવને પામીને તું બુદ્ધિને ઉપગ કર. ફક્ત સ્ત્રીના કારણને લીધે અમંગલિક એ આત્મઘાત કર ન્હને યોગ્ય નથી. હે ચિત્રગ? જે કે ઉત્તમ એવા કુલીન પુરૂષોને સ્ત્રીના વિરહમાં અત્યંત દુ:સહ એવું દુખ ઉત્પન્ન થાય છે, તે પણ આ અઘટિત મરણ કરવું તેઓને ઉચિત નથી. હુંપણું જાણુછું કે; નરકસ્થાનમાં નારકીની માફક પ્રાણપ્રિય એવા મનુષ્યના વિયાગથી દારૂણ દુ:ખ પ્રગટ થાય છે. તથાપિ સમજુ પુરૂએ સર્વથા આત્મવધ કરો નહી. પરંતુ કોઈપણ ઉપાય કરે જોઈએ કે જેથી પિતાની મનવાંછિત પ્રિયાનો સમાગમ થાય. હે સુપ્રતિષ્ઠ? આ પ્રમાણે ચિત્રવેગનું વચન સાંભળી માટે વિશ્વાસ મૂકી હે કહ્યું કે, હવે તે વાત ગઈ, હાલમાં કોઈપણ ઉપાય કરવાનો સમય રહ્યો નથી. કારણ કે, આજની રાત્રીએજ તેને વિવાહ થવાનો છે. ચિત્રગતિ બાલ્યો. હે સુતી જ હને અનુકુલ હાય અને તે ઠીક લાગે છે. હજુ તે બાળાને મેળવવાનો એક ઉપાય મહારા હૃદયમાં કુરી રહ્યો છે, પછી હેં કહ્યું કે, ભાઈ? તે કર્યો ઉપાય છે? ત્યારે તે બોલ્યો. હે ભદ્ર? હારી ઈચ્છા હોય તે તે સંભાળ. દક્ષણaણુમાં વિદ્યાધાને એ કુલાચાર છે કે; લગ્નના સમયે એકલી કન્યા કામદેવની પૂજા માટે જાય છે, અને પૂજન કર્યા બાદ તે કન્યા પોતાના કુલના ક્રમ પ્રમાણે ઉચિત વરની સાથે લગ્ન કરે છે. માટે પોતાના કુલની મર્યાદાને અનુસરતી તે કન્યા આજે કામદેવના પૂજન માટે આવશે. વળી આપણે બન્ને
For Private And Personal Use Only