________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમપરિચ્છેદ
૧૮૩ થયા. તેમજ હારે દક્ષિણ બાહુ અને નેત્ર ફરકવા લાગ્યાં કે તરતજ હારા મનમાં સંકલ્પ થયો કે, આજે જરૂર તે
સ્ત્રીનું મહને દર્શન થશે. અથવા બીજું કઈપણ ઉત્તમ કાર્ય સિદ્ધ થશે. કારણ કે –
दक्षिणाङ्गानि सर्वाणि, पुरुषाणां शुभानि वै। । - वामानि वनितानाच, स्पन्दमानानि सर्वदा ॥१॥
અથ–“પુરૂષોનાં સર્વ જમણું અંગ જે ફરકે તે તે શુભફલ આપનારા જાણવાં. તેમજ સ્ત્રીઓનાં દરેક ડાબાં અંગ ફરકે તો તે શ્રેષ્ઠફલ આપનાર કહ્યાં છે. એમાં કઈ પ્રકારને સંશય નથી.” એમ વિચાર કરતો હું આ કદલી ગૃહમાં આવ્યો, પછી પાદશાચ કરી સ્વચ્છ બાંધેલી ભૂમિ ઉપર હું બેઠો. તેવામાં ત્યાં હે સુતન? ક્ષણ માત્રમાં સ્વચ્છ હવાને લીધે હું નિંદ્રાવશ થઈ ગયે. ત્યારબાદ લ્હારા પ્રલાપને શબ્દ સાંભળી હું નિંદ્રામાંથી એકદમ જાગી ઉઠ્યો. અરે? અહીંયાં કઈ માનવજાતિ દેખાતી નથી, તે આ શબ્દ કેણે કર્યો હશે? એમ વિચાર કરી હું દિશાઓનું અવલોકન કરતો હતો, તેટલામાં વૃક્ષની શાખાએ લબડતો તું હારી દષ્ટિગોચર થયે કે તરતજ હું હાહાકાર કરવા લાગ્યું. અરે ? કામદેવ સમાન તેજસ્વી એ આ યુવાન પુરૂષ ગળે પાશનાખી શામાટે આત્મઘાત કરવા લાગે છે? એમ વિચાર કરી હાહાકાર કરતે હું હારી પાસે આવ્યો અને એકદમ હારા ગળાને પાશ મહેં કાપી નાખ્યું. હચિત્રગ? હવે અહીંથી બાકીનું સર્વ વૃત્તાંત તું પોતેજ પ્રત્યક્ષપણે જાણે છે. વળી હે ભદ્ર? પિતાની સ્ત્રીનું સ્થાન પણ તું કેમ નથી
For Private And Personal Use Only