________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૮
સુરસુંદરીચરિત્ર, છતો આ નગરમાં રહે છે. હવે જ્વલનપ્રભને ભાનગતિ નામે તેના સાસરાએ રોહીણુંનામે વિદ્યા આપી. જ્વલનપ્રભ તે વિદ્યાને સાધવામાટે પ્રવૃત્ત થયા. તે વૃત્તાંત કનકપ્રભને પોતાની વિદ્યાએ કહ્યું, એટલે તેના વિઠ્ઠને માટે એક દમ કનભ રાજા ત્યાં ગયે અને બહુ ઉપદ્રવ કરવા લાગ્યા. પરંતુ પિતાની દઢતાને લીધે તે કિંચિત્ માત્રપણુ શુભિત થયે નહીં, તેથી તે વિદ્યાધરેંદ્ર ભયભીત થઈ ગયો, અને વિલક્ષ્ય થઈ પિતાના નગર તરફ તે વ્યાકુલચિત્તે આવતો હતો, તેવામાં તે પ્રમાદને લીધે શ્રીજીનેંદ્રભગવાનનું મંદિર ઉલ્લંઘને ચાલ્યો ગયો. એ માટી એની ભૂલ થઈ. કારણ કે, સર્વ ખેચરેને માટે પ્રથમથી જ ધરણે કે એવો નિયમ બાંધ્યો છે કે, શ્રીજીનેંદ્રભગવાનનું મંદિર તેમજ સાધુમહારાજની પ્રતિમાનું જે ઉલ્લંઘન કરશે તેવા અધમ વિદ્યાધરની વિદ્યાનો તત્કાલ લેપ થશે. આ પ્રમાણે આ વૈતાઢ્ય પર્વતમાં પ્રવૃત્તિ ચાલે છે. તે બાબત દરેક વિદ્યારે જાણે છે. માટે હે ભદ્ર? શ્રીજીનેંદ્રભગવાનના મંદિરનું ઉલ્લંઘન કરવાથી એની ઉપર ધરણે દ્ર કપાયમાન થયો છે. જેથી એણે તત્કાલ તે અધમ વિદ્યાધરની વિદ્યાને વિચછેદ કર્યો. જવલનપ્રભને વિદ્યાસિદ્ધ થઈ છે એમ જાણું કનકપ્રભ વિવારહિત થવાથી અહીં રહે. વાની અશક્તિ હોવાને લીધે અહીંથી નાઠે છે, અને તે ભયભીત થઈને દક્ષિણશ્રેણમાં ગંગાવત્ત નગરમાં ગયો છે. ત્યાં પોતાના જ્ઞાતિવર્ગ સહિત તે અધમ વિદ્યાધર શ્રીગંધવાહન રાજાનું શરણ લઈ રહ્યો છે. આ વાત સર્વ નગરના લોકેના જાણવામાં આવી, એટલે લેકે પણ બહુ ચિંતામાં ચડી ગયા; રાજા વિના નગરમાં કેવી રીતે રહી શકાય? ખાવા
For Private And Personal Use Only