________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૬
સુરસુંદરીચરીત્ર. અદ્ભુત પ્રકારના રૂપવાળી સ્ત્રીની સાથે આ દુનીયામાં વિષયસુખ ભોગવવું તે ઉચિત છે. અન્યથા વિષયસુખની આશા હને વિડંબના લાગે છે. કેળના ગર્ભ સમાન સુકોમળ છે હસ્તલતા જેની, અને હંસસમાન ગમન કરતી એવી તે બાળા જેના પુરૂષના હસ્તતલનો સ્પર્શ કરશે તે પુરૂષના જન્મને હું કૃતાર્થ માનું છું. વળી તે સુતનુને મહેં હારા ખોળામાં લીધી એટલા માત્રથી હારા આત્માને હું ધન્ય માનું છું. અને ખેાળામાં લીધા પછી તેણીનું જે ગાઢ આલિંગન હે ન કીધું એ હેટી હારી ભૂલ થઈ છે. પરંતુ હવે જે ફરીથી આવી યાત્રા આવે અને હસ્તીના ભયથી તે કન્યા ભૂમિ ઉપર પડી જાય તે તેને એકદમ પકડી લઈને હું ખુબ આલિંગન કરું. એમ બહુ પ્રકારના સંકલ્પ વિકલ્પ વડે તે કન્યાનું સ્મરણ કરતા એવા તે ચિત્રગતિની રાત્રી નિદ્રાની સાથે જ નાશ પામી ગઈ અને સૂર્યનો ઉદ્યત થયા. ત્યારબાદ કન્યાનું જ સ્મરણ કરતો ચિત્રગતિ પ્રભા
તમાં વિધિપૂર્વક શ્રી પ્રથમ ચિત્રગતિનું ભગવાનને વંદન કરી મંદિરની બહાર પ્રયાણ. નીકળે. તે કન્યાનું કુળ તથા ઘર
શોધી કાઢવું જોઈએ. એમ વિચાર કરી તે નગર તરફ ચાલ્ય, અને નગરની અંદર તેણે પ્રવેશ કર્યો, ચારે તરફ તેની દૃષ્ટિ પડવા લાગી. દરેક ઠેકાણે વિશાલ, સુંદર અને અતિ ઉન્નત હવેલીઓ દેખવામાં આવી. પરંતુ મનુષ્યને સર્વથા અભાવ જોવામાં આવ્યું. આ પ્રમાણે નગરની રમ્યતા અને શૂન્યતાને જોઈ તે વિચાર કરવા લાગ્યું કે, નગરની લક્ષ્મીએ ત્યાગ કરેલું આ નગર અરણ્ય
For Private And Personal Use Only