________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમપરિચ્છેદ.
૧૭૩ આ કન્યાને આપે બચાવી, સજજન પુરૂષ પાપકામાં જ રસિક હોય છે, એ વાકયની સત્યતા આજે આપે કરી બતાવી. અહે? સત્પુરૂષો પોતાના પ્રાણવડે પણ પરોપકારથી વિમુખ થતા નથી. અન્યત્ર પણ કહ્યું છે કે
शास्त्रं बोधाय दानाय, धनं धर्माय जीवितम् ।। वपुः परोपकाराय, धारयन्ति मनीषिणः ॥१॥
અર્થ–પરોપકારમાં રસિક એવા બુદ્ધિમાન પુરૂષ શાસ્ત્રને બાધ માટે ધારણ કરે છે, પણ વિવાદ માટે નહીં. તેમજ ધનસંપત્તિને સત્પાત્રને દાન આપવા માટેજ, પિતાના જીવિતને ધમરાધન માટે અને આ નશ્વર શરીરને પોપકાર સાધવા માટે ધારણ કરે છે. તેમજ બન્ને પ્રકારના પુરૂષરસ્તે આ પૃથ્વીના આધારભૂત ગણાય છે. જેમકે – द्वौ पुरुषो धरति धराऽथवा द्वाभ्यामपि धारिता धरणी। उपकारे यस्यमति-रुपकृतं यो न विस्मरति ॥ १॥
અર્થ–“ આ રસ્ત્રવતી પૃથ્વી બે પુરૂષોને જ ધારણું કરે છે. અથવા બે પુરૂષોએ જ આ પૃથ્વીને ધારણ કરી છે. તે બે પુરૂષ કયા? જેની ઉપકાર કરવામાં જ હમેશાં બુદ્ધિ હોય, તેમજ જે કરેલા ઉપકારને વિસ્મરી જાય નહીં, તેઓ બન્ને પ્રકારના પુરૂષે આ દુનીયામાં પ્રશંસનીય ગણાય છે. માટે હે નિષ્કારણ વત્સલ ? આપના પ્રભાવથી આ કન્યાને જીવિતદાન મળ્યું છે; એમ કેટલાંક વચન બેલી તેના ગુણની પ્રશંસા કર્યા બાદ ફરીથી તે બોલી. હે સુભગ ? હવે અમે અમ્હારા ઘેર જઈએ છીએ. કારણ કે, અહારે
For Private And Personal Use Only