________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમપરિચ્છેદ વાનને વંદન કરવા લાગ્યો. પછી સર્વે પરિષદ્ધા લોકો જેમ આવ્યા હતા તેમ પિતા પોતાના સ્થાનમાં ગયા. ત્યારબાદ - લાપ્રભ પણ ચિત્રગતિ સહિત પોતાના નગરમાં જલદી આવ્યો. પછી ચિત્રગતિએ શ્રીકેવલીભગવાને કહેલું સર્વવૃત્તાંત પોતાના પિતાને કહી સંભળાવ્યું. તત્પશ્ચાત ભાનુગતિ શ્રેષ્ઠનક્ષત્ર જોઈ તે દિવસે પિતાના
જમાઈ અને પુત્ર એ બનેને એક સાથે રહિણીવિઘા. રોહિણી વિદ્યા આપી અને વિશેષમાં
તેણે કહ્યું કે, છ માસ સુધી વસ્તિમાં તહારે બંને જણે સાથે રહીને કરજાપના વિધાનથી સમ્યફ પ્રકારે આ વિદ્યાની પૂર્વ સેવા કરવી. ત્યારબાદ અટવીમાં રહીને એકેક જણાએ બહુ કઠિન એવી તેની ઉત્તર સેવા કરવી, અને તે ઉત્તર સેવાના સમયે એકબીજાને પરસ્પર ઉત્તર સાધક થવું. વળી સાધનાના સમયે મહા ભયંકર ઉપસર્ગો આવી પડે તેપણ તમ્હારે મનને નિર્ભય રાખવું, એમ કરતાં જ્યારે સાતમે માસપૂર્ણ થશે ત્યારે તે વિદ્યાદેવી તમને દર્શન આપશે. આ પ્રમાણે રાજાનું વચન સાંભળી તે બંને જણ રાજાને પ્રણામ કરી પિતાના સ્થાનમાં ગયા, અને છ માસ જ્યાં સુધી પૂર્ણ થાય
ત્યાં સુધીને નિશ્ચય કરી વિદ્યા સાધવાને તેઓ બંને જણે પ્રારંભ કર્યો. અનુક્રમે છમાસ પૂર્ણ થયા. ત્યારબાદ ઉત્તર સેવાને સમય આવ્યે, એટલે સાતમા માસના પ્રારંભમાં તે બંને જણ અરણ્યમાં ગયા, અને તે સર્વ વિધિને જવલનપણે પ્રથમ પ્રારંભ કર્યો, વિધિ પ્રમાણે આસન લગાવી જાપાદિકનું અનુષ્ઠાન ચલાવ્યું. બાદ હસ્તમાં વસુનંદક નામે ખગ્નને.
For Private And Personal Use Only