________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬ર
સુરસુંદરીચરિત્ર. આ સંસારમાં ફરીથી આ મનુષ્યભવ આદિક સામગ્રી મળવી બહુ દુર્લભ છે. વળી આ દુરંત ભવ સાગરમાં પરિભ્રમણ કરતા લોકેનું શ્રીજૈનધર્મ શિવાય અન્ય કોઈ રક્ષણ નથી.
માટે હે ભવ્યાત્માઓ? શ્રીજીનેંદ્રભગવાને કહેલા દીક્ષા વ્રતને તમે ગ્રહણ કરે? તેમજ સર્વ સુખમય એવા સંયમનું આરાધન કરે? વળી આ સંસારનો ત્યાગ કરી ઉત્તમ એવા સિદ્ધિ સુખને પ્રાપ્ત કરે? એમ શ્રીકેવલીભગવાને પ્રરૂપેલી દેશના રૂપી અમૃતનું પાન કરીને, કેટલાક ભવ્ય જીએ દીક્ષા ગ્રહણું કરી, તેમજ સર્વ વિરતિ પાળવામાં અશકત એવા કેટલાક જનેએ શ્રાવક ધર્મનો સ્વીકાર કર્યો. વળી અન્ય પુરૂષોએ સમ્યક્ત્વવ્રતને સ્વીકાર કર્યો. તે સમયે વલપ્રત્યે પોતાના પૂજ્ય પિતારૂપ શ્રી કેવલી
ભગવાનને પ્રણામ કરી પૂછયું કે, હે
ભગવન? હવે ફરીથી મ્હારું રાજ્ય મહને પ્રભપ્રશ્ન. મળશે કે કેમ? તે સાંભળી શ્રી કેવલી
ભગવાન બોલ્યા કે, હે વિનીત ? તું રાજ્ય જોક્તા થઈશ, એમાં સંદેહ નથી. ત્યારબાદ જવલનપ્રભ છે. હે ભગવન્ ? તે રાજ્યની પ્રાપ્તિ મહને ક્યારે થશે? તે સાંભળી કેવલજ્ઞાનવડે જાણ્યા છે સર્વભાવ જેમણે એવા શ્રી કેવલીભગવાન બેલ્યા. હે ભદ્ર? ભાનુગતિએ આપેલી રોહિણી વિદ્યાને જ્યારે તું સિદ્ધ કરીશ; ત્યારે તું ફરીથી પણ વિદ્યારેને અધિપતિ થઈશ. એમાં કોઈપણ સંદેહ નથી. આ પ્રમાણે મુનીંદ્રનું વચન સાંભળી, અપૂર્વ હર્ષને ધારણ કરતા ક્વલપ્રભ હસતે મુખે શ્રી કેવળીભગ
જવલન
For Private And Personal Use Only