________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દશાને આધીન થયેલા કેટલાક તિર્યચનિમાં ઉત્પન્ન થઈ અનેક દુઃખો પોતે ભોગવે છે અને બુદ્ધિને લીધે અન્ય જીવોના પણ પ્રાણઘાતક થાય છે. પુનઃ મરણપામી તેઓ વૈરના સંબંધને લઈને અતિ દારૂણ એવાં નારકીનાં દુ:ખને સહન કરે છે, એમ વારંવાર જન્મમરણને સ્વાધીન થઈ પારાવાર સંસારસાગરની સીમા તેઓને દષ્ટિગોચર થતી નથી. તેના પ્રત્યક્ષ દાખલા આ ચરિત્રની અંદર શ્રીમાન કેવલી ભગવાને ભવ્યજીવોના કલ્યાણમાટે સારી રીતે બતાવ્યા છે એટલે તે સંબંધી વિશેષ ઉલ્લેખ આપો અહીં જરૂરનો નથી. કારણકે તે લખવા જતાં મોટો એક પ્રબંધ થઈ જાય, છતાં પણ તેનો એક નમુનો દર્શાવ ઘણે અગત્યનો છે. સજજનો ? આ ચરિત્રના ચૌદમા પરિછેદમાં વિશુદ્ધ જ્ઞાનધારી, કૃપાલુછી સુપ્રતિક કેવલીએ ઉપદેશ આપતાં જણાવ્યું છે કે અવરકંકાનગરીને રહીશ અંબડ નામે એક વણિક્ હતો, તેના મંડણ મલ્હણ અને ચંદણનામે ત્રણ પુત્ર હતા. જેમની અનુક્રમે, લક્ષ્મી, સરસ્વતી અને સંપદા એ ત્રણે સ્ત્રીઓ ઉચિત શીલગુણપાલવામાં બહુજ અગ્રસ્થાને ગણાતી હતી. પરંતુ પૂર્વાઈત દેશને લીધે દુરાચારીઓમાં મુખ્ય સ્થાન ભોગવતે નિરકનામે એક વંઠહતો તેનું દૃષ્ટિવિષ લાગવાથી લક્ષ્મીશેઠાણી બહુ દારૂ/દુ:ખમાં આવી પડી અને તે દુષ્ટપણ પોતાના અનાચારને લીધે આ જન્મ પણ દારૂણ દુ:ખથી દેહાંત કરી તિર્યંચાદિકના ભાવોમાં અવાચ્ય કષ્ટનું સેવન કરતો ચિરકાલ પરિભ્રમણ કરશે. વિગેરે અનેક દષ્ટાંતો આપીને પૂર્વોક્ત કેવલી ભગવાને અપૂર્વ બોધ આપેલ છે. જેના શ્રવણ માત્રથી હજારે રાજામહારાજાઓ રાજ્ય સંપત્તિઓને તૃણસમાન માની વૈરાગ્યરસમાં જ કેવલ લુબ્ધ થયા છે. આ ઉપરથી અહીં એટલે સાર લેવાનો છે કે દુરશીલરૂપી દુરાચારસમાન આ દુનીયામાં અન્ય કોઈપણ વૈરી નથી. મોટામાં મોટો આ વૈરી કહેલો છે. કારણકે જન્માંતરમાં પણ આ વૈરી વૈર છોડતા નથી. તો આવાં ઉભયલનાં ઘરૂણદુઃખોને ઉપશમન કરનાર માત્ર આ અપૂર્વચરિત્રનું જ્ઞાન વિલસી રહ્યું છે. અહ? આવા
For Private And Personal Use Only