________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમપરિચ્છેદ.
૧પષ અચલ રહેશે, પરંતુ તેની ઉપર નિરંતર મૃત્યુ સુભટ તલપ મારી રહ્યો છે, માટે તે નિર્ભય કેમ કહેવાય ? આ પ્રમાણે દરેક પદાર્થો આ દુનીયામાં ભયાવિત છે, અર્થાત અસ્થિર છે. માત્ર પુરૂષને હિતકારક એવે વૈરાગ્યભાવ જ નિર્ભય છે.” માટે ભવ્ય પ્રાણીઓએ વિષય તરફ લક્ષ્ય નહીં આપતાં અભયપદની જ ઈચ્છા રાખવી. વળી કેટલાક વિષયવાસનામાં આસક્ત થયેલા પ્રાણીઓ પ્રત્યક્ષપણે અનિત્ય પદાર્થોને જાણીને પણ તેઓને સત્ય અને સ્થિર તરીકે માને છે. તે તેઓના અવિવેકનું જ સામર્થ્ય છે. વળી કામમાં આસક્ત થયેલા પુરૂષો શ્રીજૈન સિદ્ધાંતને જાણતા છતા પણ આરંભ અને પરિગ્રહાદિક સાવદ્ય કાર્યોમાં પ્રવૃત્તિ કરે છે. એ હાટું આશ્ચર્ય છે કે, જેનતવના જાણકારોને પણ મેહ મહિમાની કેટલી બધી પ્રબળતા છે માટે આ રાજ્યસંપત્તિ કેવલ સંસારવાસનું જ કારણ છે; તે હવે મહારે એનું કંઈપણ. પ્રયજન નથી. કારણ કે, જેના મેહથી આત્માની અધોગતિ થાય, તેને પ્રસંગ મહારે સ્વપ્રમાં પણ જોઈએ નહીં. જે સેનું પહેરવાથી કાન તુટે તેથી સર્યું. અરે? હું શ્રીજીનેંદ્રભગવાનનું વચન સમજુ છું છતાં પણ મહા દુઃખના હેતુભૂત પદાર્થોમાં હું શા માટે અભિલાષા રાખું છું ? હવે સર્વ સાવદ્ય કાર્યને ત્યાગ કરીને સર્વ સુખમય પરમેશ્વરી દીક્ષાગ્રહણને ઉદ્યમ કરૂં. દુર્ગતિના હેતુભૂત આ અસાર રાજ્ય વડે શું ફલ છે? વળી મહારા વંશમાં ઘણું રાજાએ પોતાના પુત્રોને રાજ્ય આપીને દીક્ષિત થઈ મોક્ષસ્થાનમાં ગયેલા છે. માટે તેમના વંશમાં જન્મ ધરીને મ્હારે પણ ચારિત્ર ગ્રહણ કરવું ઉચિત છે. એ પ્રમાણે પિતાના હૃદયમાં વિચાર કરી
For Private And Personal Use Only