________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૪
સુરસુંદરીચરિત્ર. હેતું નથી. અથૉત્ ઉત્તરોત્તર નવીનતાને પામે છે એમાં સંદેહ નથી. તેમજ અન્યત્ર પણ કહ્યું છે કે – भोगे रोगभयं, कुले च्युतिभयं वित्ते नृपालाद्भयं,
शास्त्रे वादभयं गुणे खलभयं रूपे जराया भयम् । मौने दैन्यभयं बले रिपुभयं काये कृतान्ताद्भयं, सर्व वस्तुभयान्वितं भुवि नृणां वैराग्यमेवाऽभयम् ॥१॥
અર્થ–“કોઈપણ વસ્તુ એવી નથી કે, સદૈવ નિર્ભયપણે એક રૂપે રહી શકે ! જેમકે, ભેગની અંદર રેગોને ભય રહ્યા છે. પોતાના કુળની સ્થિતિ બહુ ઉત્તમ પ્રકારની હોય છે, પરંતુ તેમાં પણ અવનતિનો ભય રહે છે. અનેક પ્રયત્નથી ભાગ્યવાનું પુરૂ દ્રવ્ય મેળવી શકે છે, પરંતુ તેનો સદુપયેગ કરો તે ભાગ્યે જ બની શકે છે. કારણ કે, તેની ઉપર રાજા વિગેરેને સખ્ત ભય રહે છે. શાસ્ત્રને અભ્યાસ કિવા શ્રવણ કરવાથી ઉત્તમ પ્રકારનું જ્ઞાન મળે છે. પરંતુ તેમાં પણ વિતંડાવાદનો ભય હોય છે. તેમ રૂપ અને સાંદર્ય દૈવયોગે કેટલાક જનેને પ્રાપ્ત થાય છે, પણ અવસ્થાતરના ભેદે કરીને તે રહી શકતું નથી. અર્થાત્ તેમાં જરા દેવીને ભય રહે છે. કેટલાક સ્વધર્મની અપેક્ષાએ માન રાખી પોતાની પ્રવૃત્તિ કર્યા કરે છે, પરંતુ તેમાં દીનતાનો ભય જાગ્રત્ રહે છે. અર્થાત્ તે દીનપણને લીધે છોડવું પડે છે. કેઈપણ સુભટ એમ જાણે કે, હારા સરખો કોઈ પરાક્રમી નથી, પરંતુ તે નિર્ભય નથી, તેની ઉપર શત્રુને ભય કાયમ હોય છે, તેમજ સર્વાગ સુંદર એવી આ શરીરની આકૃતિ જોઈને કેટલાક મુગ્ધજને જાણે છે કે, આ દેહનગરી
For Private And Personal Use Only