________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમપરિચ્છેદ.
૧૫૩ સમાન કુશળપણું જેમણે મેળવેલું હોય તેવાં સ્ત્રીપુરૂષનાં જોડલાં સુખેથી વિલાસ કરે છે.”
ત્યારબાદ તે જ્વલનપ્રભરાજા સુરનંદન નગરની અંદર તેણીને લઈ ગયે, પછી પ્રેમાસુ સ્વભાવવાળી તે ચિત્રલેખાની સાથે ઉત્તમ પ્રકારે વિષયભેગને અનુભવ કરતો જવલનપ્રભ રાજા દેવલોકમાં દેવની માફક આનંદપૂર્વક વિલાસ કરવા લાગ્યો. એક દિવસ વિદ્યાધરને અધિપતિ પ્રભંજન રાજા
આકાશમાં, ચંદ્રસમાન ઉજવલ અને પ્રજન દેવના મંદિર સમાન ગરકાંતિને ધારણ રાજા, કરતા એક પ્રાસાદને જોઈ વિચાર
કરવા લાગ્યા, અહો ? આ કેવો સુંદર પ્રાસાદ દીપી રહ્યો છે? એની આકૃતિ પ્રમાણે બહુ મજાને એક જીનપ્રાસાદ હું બંધાવું. પોતાના મનમાં એમ નિશ્ચય કરી ઉભે થઈને મણિમય ભૂમિમાં તે પ્રાસાદની આકૃતિ ચિતરવા માટે જેટલામાં તે પ્રવૃત્ત થાય છે, તેટલામાં એકદમ પવનના આઘાતથી હણાયેલામેનું તે વાદળું સર્વથા વિખરાઈ ગયું. અને ક્ષણમાત્રમાં શ્યામ આકાશમંડલને દેખાવ જોઈ પોતે હૃદયની અંદર વિચાર કરવા લાગ્યું કે, આ વાદળની માફક પુરૂષોની સંપદાઓ અસ્થિર છે. જેમ આ વાદળને ખંડ ક્ષણમાત્ર જોવામાં આવ્યા, તેમજ ક્ષણમાત્રમાં નષ્ટ પણ થઈ ગયે. તેમ સર્વે પદાર્થો પ્રાણીઓને ક્ષણમાત્ર આનંદ આપનાર થાય છે. વળી રૂ૫, જીવિત, વન અને સર્વ પ્રકારના બંધુઓના સંબંધો પણ એ પ્રમાણે અનિત્ય છે. તે આ સંસારવાસને ધિક્કાર છે. બાલ્યાવસ્થામાં જે રૂપ હોય છે તે વનમાં અને જે વૈવનમાં હોય છે તે વૃદ્ધાવસ્થામાં
For Private And Personal Use Only