________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૮
સુરસુંદરીચરિત્ર. કરનાર, સૂર્યની માફક તેજસ્વી પુરૂષના સમગ્ર તેજને પરાજ્ય. કરનાર, અખંડિત પ્રતાપને ધારણ કરતો, મદોન્મત વૈરી રૂપી હરતીઓને ભેદવામાં સિંહના બાલ સમાન, દિગતમાં પ્રસરી ગઈ છે વિમલ કીર્તિ જેની અને વિદ્યાધરોમાં સુપ્રસિદ્ધ એવો હરિશ્ચંદ્ર નામે વિદ્યાધરેંદ્ર રહે છે. કમલ સમાન મુખવાળી, નીલકમલના પત્ર સમાન મનહર નેત્ર વાળી, કમલના મધ્ય ભાગ સમાન સ્નિગ્ધ છે શરીરની કાંતિ જેની એવી રત્નાવતી નામે તેની સ્ત્રી છે. વળી તે સ્ત્રી સમગ્ર અંતેઉરમાં પ્રધાન પણ રહેલી છે. પિતાના પ્રાણથી પણ પ્રિય એવી તે દેવીની સાથે ત્રિ વર્ગ-ધર્મ, અર્થ અને કામમાં સારભૂત એવા વિષય સુખને અનુભવતાં તે વિદ્યાધરેંદ્રના કેટલાક દિવસ વ્યતીત થયા. ત્યારબાદ રત્નાવતીને દેવ કુમાર સમાન તેજસ્વી કુ
માર ઉત્પન્ન થયે. ઉચિત સમયે માતા પ્રભંજન અને પિતાએ પ્રભંજન એવું તેનું નામ બંધુસુંદરી. પાડયું. તેમજ અદ્વિતીય છે રૂપ અને
લાવણ્ય જેનું એવી બંધુસુંદરી નામે તેને એક પુત્રી થઈ. અનુક્રમે તેઓ બન્નેનવીનવન અવસ્થાન પામ્યાં. કેઈએક દિવસે તેઓ બન્ને જણ પરસ્પર પ્રેમને ધારણ કરતાં એક સ્થાનમાં એકાંત જગાએ એકઠાં થઈ બેઠાં હતાં. તેવામાં એક બીજાની સાથે વાર્તાલાપ ચાલે તેમાં અવસર જાણું પ્રભંજન . હે બહેન? આપણું આવી અપૂર્વ પ્રીતિ બંધાઈ છે, તે જોઈ હુને બહુ આનંદ થાય છે. પરંતુ ભવિષ્યમાં પણ તે પ્રીતિ તેવીને તેવી વૃદ્ધિ પામતી હે તેમ મહારી ઈચ્છા છે. માટે ત્યારે પ્રથમ જે પુત્ર કિવા
For Private And Personal Use Only