________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૫
પંચમપરિચ્છેદ વાથી કંઈ પણ ગુણ થાય તે તે કહેવું યોગ્ય ગણાય. અન્ય થા તુષ (ફેતરાં) ખાંડવાની માફક કહેવાથી કંઈપણ કુલ નથી. અન્યત્ર પણ કહ્યું છે કે –
बधिराग्रे वृथाऽऽलापो-वृथा वारिविलोडनम् । तुषखण्डनवव्यय, वृथाऽभीष्टनिवेदनम् ॥१॥
અર્થ–બધિરની આગળ વાર્તાલાપ કરવો તે વૃથા છે, પાણી વહાવવું તેપણું અર્થ વગરનું છે, તેમજ અશક્ય એવી કોઈ પણ વાર્તા પિતાને ઈષ્ટ હોય; પરંતુ તે અન્યની આગળ નિરર્થક કરવી તે ફેતરાઓને ખાંડવા સમાન નિફલ થાય છે. તેમજ હે મહાશય? પોતાનું કાર્ય પ્રાયે વિનષ્ટ થયા પછી તે કહેવાથી પણ તેને નિવારક કોણ થઈ શકે ! વળી પાછું ગયા પછી પાળ બાંધવી એથી શે ગુણ થાય? અર્થાત્ શ્રમ શિવાય અન્ય કંઈપણ ફલ નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે – मृतेऽम्बुपानं किमु मानवानां, किमन्धकानां वसनादिशोभया। किं दृष्टिपातेऽपि समुद्रमध्ये, गते हि नीरे किमु सेतुबन्धनम् ॥१॥
અર્થ_“મરણ થયા બાદ મનુષ્યને સુધામય અંબુપાન કરાવવું શા કામનું? જન્માંધ પ્રાણિઓની આગળ વસ્ત્રાદિક અલંકારની શોભા દેખાડવાથી એમને શે આનંદ ઉપજવાનું છે? સમુદ્રની અંદર વૃષ્ટિપાત થાય તે પણ તેથી જીવાત્માઓને શું ફલ થઈ શકે? તેમજ પાણી ગયા. પછી તેને રોકવા માટે જેઓ પાલી બાંધવાને શ્રમ ઉઠાવે, તેનું પણ કંઇ ફલ નથી;”માટે મહારેપણ હવે આપની આગળ વાર્તા કરવાથી માત્ર કંઠશેષણજ છે, તેથી આપને કહેવાનું
૧૦
For Private And Personal Use Only