________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્થ પરિચ્છેદ.
૧૪૩ કર્યા, તેથી હારી વેદના કેટલીક ક્ષીણ થઈ. ત્યારબાદ ક્ષણ માત્રમાં હું સાવધાન થઈ ગયે, અને મહારાં નેત્ર ઉઘડી ગયાં, તે સમયે ત્યાં બેઠેલે, ઉત્તમ સંસ્થાનવાળો, અને ભર યુવાવસ્થાને ભાવતે, સાક્ષાત્ કામદેવસમાન, એક ભવ્ય પુરૂષ મ્હારા જોવામાં આવ્યું. વળી તે પુરૂષે મહેને કહ્યું કે, હે ભદ્ર? હવે આપને કયાં પીડા થાય છે? મહું હારે કંઠ બતાવ્યું, ત્યારે તેણે મર્દનાદિક ઉપચારવડે મ્હારા કંઠની પીડાપણુ દૂર કરી. પછી હારી સર્વ પીડાઓ દૂર થવાથી હું સાવધાન થયે, પરંતુ વિરહાનળની પીડાથી હાર અંગે બળતાં હતાં, મુખમાંથી હેટા શ્વાસ ચાલતા હતા અને વિરહસંબંધી ખેદને લીધે હારું હૃદય બહુ વ્યાકુલ હતું, તેમજ મનોવાંછિત પ્રિયાની અપ્રાપ્તિને લીધે ઉદ્વિગ્ન ચિત્તવાળે હું સ્નિગ્ધપલ્લવોથી રચેલા શયનમાં બેઠે. શ્રી ધનેશ્વરમુનિએ રચેલી સુધ એવી ગાથાઓ વડે બહુ સુંદર અને રાગરૂપી અગ્નિ તથા દેષરૂપી વિષધરને શાંત કરવામાં જલ અને મંત્રસમાન સુરસુંદરી નામે આ કથાપ્રબંધમાં પાશવિમોચન નામે આ ચોથોપરિચ્છેદ સમાપ્ત થયા. इतिश्रीधनेश्वरमुनिविरचितप्राकृतपथमयसुरसुंदरीचरित्रस्य शास्त्रविशारदयोगनिष्ठाध्यात्मज्ञानदिवाकरजैनाचार्यपूज्यपादश्रीमद्-बुद्धिसागरसूरीश्वरशिष्यरत्नप्रसिद्धवक्तेतिख्यातिभागाचार्यश्रीमद्-अजितसागरसूरिकृतगुर्जरभाषानुवादे विरहे पाशविमोचननाम
चतुर्थः । परिच्छेदः समाप्तः
For Private And Personal Use Only