________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪ર
સુરસુંદરીચરિત્ર.
ચવીને નીચે સુવારી ઠંડો પવન નાખવા લાગ્યો. ત્યારબાદ તે પુરૂષ હિમસમાન શીતલ એવા પ્રવાહનું પાણિલાવી મહારા શરીર સિંચન કરવા લાગ્યું, તેથી હારું હૃદય ફરકવાલાગ્યું અને કંઈક શુદ્ધિનાં ચિન્હ દેખાયાં, પછી તેણે ધીમે ધીમે હારા સર્વ અંગનું મર્દન કર્યું. તે વખતે મ્હારાં નેત્ર મૂર્છાચી મીંચાઈ ગયેલાં હતાં, તેમજ સ્વપ્નસમાન બાહ્ય સ્થિતિને હું અનુભવતા હતા. પછી મહેનતેણે ઉપાડીને સુકોમલ પલ્લવોથી રચેલી શઉપર સાચવીને સુવાડી દીધો. અહે? સજજનપુરૂષ નિરપેક્ષ બુદ્ધિએ કેવા ઉપકાર કરે છે? આ દુનીયામાં આવા પુરૂષ બહુ વિરલા હોય છે. અન્યત્ર પણ કહ્યું છે કે – शूराः सन्ति सहस्रशः प्रतिपदं विधाविदोऽनेकशः,
सन्ति श्रीपतयो निरस्तधनदास्तेऽपि भितौ भूरिशः। किन्त्वाकर्ण्य निरीक्ष्य वाऽन्यमनुजं दुःखार्दित यन्मनस्ताद्रप्यं प्रतिपद्यते जगति ते सत्पौरुषाः पञ्चषाः ॥१॥
અર્થ_“આ દુનીયામાં સંગ્રામની અંદર જ્ય મેળવનાર શૂરવીરપુરૂષે હજારો વિદ્યમાન છે, તેમજ દરેક સ્થલે વિવિધ વિદ્યાઓના જાણકાર સેંકડો પુરૂષે દષ્ટિગોચર થાય છે, વળી ઋદ્ધિમાં કુબેરસમાન કિંવા તેથી અધિકપણ લક્ષ્મીવાન પુરૂષ આ સૃષ્ટિમાં ઘણા જોવામાં આવે છે, પરંતુ દુઃખથી પીડાચેલા અન્ય માનવને સાંભળીને કિંવા જોઈને જેમનું મન તદાકાર થઈ જાય તેવા સત્પરૂ આ જગતમાં પાંચ કે છ જોવામાં આવે છે. અર્થાત્ બહુ થોડા હોય છે. વળી ફરીથી તે સત્પરૂપે પવનાદિક અનેક પ્રકારના બહુ શીતલ ઉપચાર
For Private And Personal Use Only