________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
પ્રસ્તાવના.
અનાદિ અનંત એવી આ ભવાટવીમાં પરિભ્રમણ કરતા પ્રાણીના ઉદ્ધારમાટે રાગદ્વેષથી વિમુક્ત એવા સર્વજ્ઞભગવાને પ્રરૂપેલો માત્ર એક ધર્મ જ છે, વળી તે ધર્મ દાન, શીલ. તપ અને ભાવના વિગેરે ભેદવડે વિવિધ પ્રકારે વિસ્તારવામાં આવ્યો છે, જેનું સ્વરૂપ એટલું બધું ગહન છે કે જેની ઓળખાણ માટે આગમ, સૂત્ર, અંગ ઉપાંગ અને મહાપ્રભાવશાલી ઉત્તમ ચરિત્રો વિગેરે ઘણું સિદ્ધાંતો રચવામાં આવ્યા છે, છતાં પણ ઉત્પથગામી, બુદ્ધિનામંદ, શારીરિક ભોગવિલાસમાં લુબ્ધ અને સ્વેચ્છાચારમાં પ્રવીણ એવા કેટલાક પ્રાણીઓ દુર્લભ એવા આ માનવભવને નિરર્થક ગુમાવે છે, એ માત્ર પોતાનો પ્રમાદજ ગણાય છે.વળી માનવભવની સાર્થકતાને તેઓ માત્ર આ દુનીયાદારીના એશઆરામથીજ માને છે. વિશેષમાં એમ પણ તેઓ કહે છે કે સૂત્રસિદ્ધાંત કે ચરિત્રો એવાં કયાં છે કે જેમને વાંચી આપણે બે ઘડી આનંદ મેળવીએ ? જે કે ચરિત્ર વિગેરે ઘણુ ગ્રંથ મહાપુરૂષોએ રચેલા છે. પરંતુ તેઓ ઘણુંખરા પ્રાકૃત (માગધી) ભાષામાં અને કેટલાક સંસ્કૃત ભાષામાં કરેલા છે. માટે તેવા ગ્રંથો અમને વાંચવા બહુ અઘરા પડે છે. એમ ભાષાની અજ્ઞાનતાને લીધે માતૃભાષા ઉપર ઘણાખરા લેકને પ્રેમ આજકાલ વધી પડેલો જોવામાં આવે છે. વળી હાલમાં પણ ધર્મની ભાવના કેટલાક લોકોના હૃદયમાં સામાન્યપણે ઠીક જોવામાં આવે છે. જેથી માતૃભાષામાં લખાતાં પુસ્તકોનું વાંચન હાલમાં બહુ વધી પડયું છે. વળી આધુનિક નવીન વાર્તારૂપમાં લખાતાં પુસ્તકો કેટલાં એવાં પણ હોય છે કે જેમના વાંચનથી અનધિકારી બાળજીવો ઉલટે રસ્તે દોરાઈ જાય છે એટલું જ નહીં, પરંતુ પોતાના સહચારીઓને પણ માર્ગથી વિમુખ કર્યો શિવાય રહેતા નથી. એવા કેટલાક કારણોને લીધે તેમજ કેટલાક વાચક સુજ્ઞજની પ્રેરણાને
For Private And Personal Use Only