________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુથ પરિચ્છેદ. હેને બહુ જ દુર્ઘટ લાગે છે. કારણ કે, રાજકુમારે પરણેલી સ્ત્રી હારે સ્વાધીન કેવી રીતે થાય? અથવા વગતિ બળવાન છે. અસંભવિતકાર્ય પણ સંભવિત દેખવામાં આવે છે. જેમકે –
भवितव्यं भवत्येव, नालीकेरफलाम्बुवत् । गन्तव्यं गमयत्येव, गजमुक्तकपित्थवत् ॥१॥
અર્થ—જે વસ્તુનો અસંભવ માનવામાં આવે છે તે વસ્તુ પણ પ્રત્યક્ષપણે દેખવામાં આવે છે. અર્થાત્ જે થવાનું હોય છે તે લાખ ઉપાયે પણ થાય છે. જેમકે, નાળીયેરની અંદરથી મિષ્ટ જળ નીકળે છે તે સર્વ લોકેને વિદિત છે; પરંતુ તે પાણીને પ્રવેશ તેમાં કેવી રીતે થયે હશે તેને
ખ્યાલ કરે પણ બહુ અશકય છે. તેમજ જે વસ્તુ જવાની થાય છે તે કોઈપણ પ્રકારે રહી શકતી નથી, જેમકે, હસ્તીએ ગળેલા કઠાની આકૃતિ અખંડિત રહે છે છતાં, તેના અંદરને ભાગ સર્વથા નષ્ટ થાય છે. અર્થાત્ તે કોઠાના ગર્ભને જવાનું કોઈપણ છિદ્ર હેતું નથી, છતાં પણ જવાની વસ્તુ જાય છે અને થવાનું હોય તે થયા કરે છે. એમ વિચાર કરી ઓં સેમલતાને પાનનું બીડું આપ્યું અને કહ્યું કે, હે અંબે ? હવે જે કંઈ આ બાબતમાં નવાજુની અને તેની ખબર તન્હારે પિતે આવીને હને આપવી. રેમલતાએ પણ કહ્યું કે, હે સુભગ? આ કાર્ય સંબંધી આપ કઈ પ્રકરની ચિંતા કરશે નહીં. આપના કાર્યમાં હું હાજર છું એમ કહી તે પ્રણામ કરી પોતાના સ્થાનમાં વિદાય થઈ.
For Private And Personal Use Only