________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુરસુંદરીચરિત્ર. જનો પોતાની પ્રતિજ્ઞાને ત્યાગ કરતા નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે,
अद्याऽपि नोज्झति हरः किल कालकूट, .. कूर्मों वित्ति धरणीं किल पृष्ठभागे अम्भोनिधिर्वहति दुवंहवाडवानि__मङ्गीकृतं सुकृतिनः परिपालयन्ति ॥१॥
અર્થ સમુદ્રમંથન કરતાં તેમાંથી કાલકૂટ વિષ નીકળ્યું તેને કોઈ પણ ગ્રાહક ન મળે ત્યારે શંકરે તેનો સ્વીકાર કર્યો. અને તે હેય છે છતાં પણ હજુ તેને તેમણે ત્યાગ કર્યો નથી, તેમજ પિતાના ખાસ પૃષ્ઠભાગ ઉપર કૂર્મ–કાચબાએ પૃથ્વીને ધારણ કરી છે. તે પણ તેના અસહ્ય ભારથી કંટાળી તેને ત્યાગ કરતો નથી અને સમુદ્ર પણ દુખે વહન કરી શકાય તેવા વડવાગ્નિને હમેશાં ધારણ કરે છે, પરંતુ તેને ત્યાગ કરતા નથી. એનું કારણ માત્ર એટલું જ છે કે, સુજ્ઞજનો પોતે સ્વીકારેલી પ્રતિજ્ઞાને ભંગ કરતા નથી. આ પ્રમાણે હે સુપ્રતિષ્ઠ? સેમલતાનું વચન સાંભળવાથી તે વખત હારું હૃદય કંઈક સ્વસ્થ થયું. ત્યારબાદ હે વિચાર કર્યો કે, કેવલીભગવાને આ પ્રમાણે કહ્યું છે કે, પૂર્વભવના સ્નેહથી બંધાયેલી ભાર્યા આ જન્મમાં મનુષ્યને પ્રાપ્ત થાય છે, માટે તે વચન બરાબર સંભવે છે, પરસ્પર એકબીજાના દશનથી અય્યારે ગાઢ અનુરાગ પ્રગટ થયા છે. તેમજ વળી લેકપ્રવાદ સંભળાય છે કે, જાતિનું સ્મરણ કરનારાં દરેક મનુષ્પનાં નેત્રો પ્રિયનું દર્શન થવાથી વિકસ્વર થાય છે અને દ્વેષીનું અવલોકન કરવાથી તરત મીંચાઈ જાય છે. માટે આ વાત સત્ય થવાની છે, પરંતુ આ પ્રસંગ બના
For Private And Personal Use Only