________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્થ પરિચ્છેદ.
૬૩૧ હારે શી જરૂર છે? આ પ્રમાણે સાંભળી ચિત્રમાલા પોતાના પતિ પાસે ગઈ અને તે સર્વ વૃત્તાંત તેમને નિવેદન કર્યું, તે સાંભળી અમિતગતિ બહુ ખુશી થઈ બોલ્યો. અહી? પિતૃભક્તિમાં સ્નેહવાળી હારી પુત્રીએ બહુ સારૂ કર્યું, આ ઉપરથી એના વચન તથા વિજ્ઞાન અને દાક્ષિણ્યતાની ઉત્કૃષ્ટતા કેટલી છે. તે સ્પષ્ટ દેખાઈ આવે છે. પ્રજા આવી વિનય વાળીજ હોવી જોઈએ. રાજા અને અમાત્યમંડલ વિગેરે સર્વ મળીને તેઓએ તે
કનકમાલાના શુભ લગ્ન માટે પ્રભાત લગ્ન મહોત્સવ, કાલમાં આ મહેાટે ઉત્સવ પ્રારંભે
છે, જેથી સર્વ લોકેમાં મહાન આનંદ થઈ રહ્યો છે. આ પ્રસંગ જોઈ હે ચિત્રવેગ? તહારૂ હૃદય શાંત કરવા માટે કનકમાલાના કહેવાથી હું અહીં આવી છું. હવે આપના મનમાં આપે કેઈપણ પ્રકારને સંશય કરવો નહીં. એમ કહેવા માટે ખાસ મ્હારે આપની પાસે આવવું પડયું છે. હે સુંદર ? આ અતિ ઉત્તમ લગ્નની વાત સાંભળીને તહારે બિલકુલ મન દુભાવવું નહીં. કારણ કે દેવતાનું વચન કેઈ દિવસ મિથ્યા થાય નહીં, માટે તે કનકમાલા તમને જ ખુદ બખુદ વરવાની છે. આ પ્રમાણે હે નાથ! ખાસ કનકમાલાએ હારા મુખથી આપને કહેવરાવ્યું છે. વળી વિશેષમાં તેણે કહ્યું છે કે, તમને મૂકીને અન્ય પુરૂષને હસ્ત મ્હારા હસ્તકમબને આ જન્મમાં તે અટકવાનું નથી, જે તે દેવનું વચન સત્ય થશે તે હું હારા પિતાના પ્રાણને ધારણ કરીશ, અન્યથા મરણ એજ હારૂં શરણ છે, આ મહાર સત્ય નિશ્ચય છે. કારણ કે ઉત્તમ
For Private And Personal Use Only