________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૦
સુરસુંદરીચરિત્ર. શંક થઇ આપ તેનાં લગ્નાદિક કાર્ય કરે અને એમ કરકરવાથી અનુક્રમે આપને કેઈપણ પ્રકારે હરકત આવશે નહીં.” આ પ્રમાણે દેવતાનું વચન સાંભળી તે ચિત્રવેગ? અમને બહુજ સતિષ થયે; પછી હું તેને કહ્યું કે, હે પુત્રી? હારા મનવાંછિત અર્થમાં હારે કેઈપણ સંદેહ કરવો નહીં; તેવા પ્રકારના કપટ વડે પણ પિતાના પિતાનું વચન હારે માનવું અને આ પ્રમાણે દેવતાનું વચન બીજા કેઈની આગળ હારે કહેવું નહીં. કારણકે આ વૃત્તાંત જે રાજાના જાણવામાં આવે તો તે વિરૂપ આચરણ કરે. એટલા માટે આ વાત છુપાવી રાખવી, કેમકે, આ વાત જે પ્રગટ થાય તે લેકપરંપરાએ રાજા પણ તે વાત જાણું જાય અને અવશ્ય તે રાજા હાર સ્વામીનું અશુભ કયો શિવાય રહે નહીં; ત્યાર બાદ કનકમાલા બેલી. હે અંબે ? તહારું વચન સત્ય છે, એમાં કોઈ પ્રકારનો સંદેહ નથી. માટે હવે તમે વેળાસર અહીંથી પધારે! અને આ બાબતને ઉદ્યમ કરો ! અત્રે બહુ કહેવાની કંઈપણ જરૂર નથી. તે સાંભળી હું તરતજ ત્યાંથી નીકળી ચિત્રમાલાની પાસે ગઈ અને તેને કહ્યું કે, હું કનકમાલાને બહુ પ્રકારે સમજાવી એટલે તેણીએ કહ્યું છે કે, મ્હારા પિતાની ધ્યાનમાં આવે અને જે પ્રમાણે હારી માતા મહેને આજ્ઞા કરશે તે પ્રમાણે વર્તવાને હું તૈયાર છું. મહારાં માતા પિતાને જે અનુકુલ હશે તે હને પણ અનુકુલજ છે; એમને જે રૂચે તે મને પણ રૂચેલું જ છે, એમાં હને પૂછવાની કંઈ પણ જરૂર નથી. વળી હારા પિતાને જેવી રીતે અલ્યુદય થાય અને તેમને કઈ પણ પ્રકારની આપત્તિ આવે નહીં તે પ્રમાણે હારે પણ કરવું છે. અન્યની
For Private And Personal Use Only