________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૬
સુરસુંદરીચરિત્ર. બહુ વિકલ્પ કરીને તે બાળા મરણનો નિશ્ચય કરી તમાલવૃક્ષની ઉપર ચઢી. ઉપરોક્ત તે બાલાનું સાહસ જોઈને મ્હારૂં શરીર
એકદમ કંપવા લાગ્યું હે બાલમરણ વાને ઘણેએ પ્રયત્ન કર્યો પણ હારી સાહસ. જીભ ચાલી શકી નહીં; હારા શરી
રના સર્વ સંધીઓ સ્થિર થઈ ગયા. ત્યારબાદ કનમાલા તમાલ વૃક્ષની શાખાએ ચઢીને પોતાના ઓઢવાના વસ્ત્રને એક છેડા શાખાએ બાંધ્યો અને બીજે છેડે પોતાને ગળે બાંધ્યો. પછી તે ક્ષમાપૂર્વક બાલવા લાગી કે; હે જનની? બાલ અવસ્થાથી આરંભીને જે કંઈ મહા રાથી હારે અપરાધ કરાયો હોય તે સર્વની હારે હારા ઉપર ક્ષમા કરવી. હે તાત? સ્નેહને લીધે પ્રથમ જે કાંઈ આપને
હેં કલેશ આપે હોય તે સર્વે હારા અપરાધની હાલમાં આપ ક્ષમા કરશે ? કારણ કે, હવે હું પરલોકમાં પ્રયાણ કરૂ છું. જનનીસમાન હાર્દિક સ્નેહને ધારણ કરતી એવી હેમલતે? ત્યારે પણ કંઈઅપરાધ મહારાથી કરવામાં આવ્યો હોય તેની ત્યારે પણ ક્ષમા કરવી ? ઉત્તમ સ્નેહને ધારણ કરતી એવી હે સખીએ ? જે કંઈ મહારાથી આપને અવિનય કરાયો હોય તેની તહારી પાસે હું ક્ષમા માગું છું. ક્ષણમાત્ર દષ્ટિગોચર થયેલા અને હદયની અંદર રહેલા એવા હે વલ્લભ ? આપ હારું વચન સાંભળે ? હે સ્વામિન ? પ્રાણ ત્યાગના સમયે મહારે કંઈક પ્રાર્થના કરવાની છે કે, તમ્હારા સમાગમથી રહિત એવી હે મંદ ભાગિનીએ આ જન્મ તે વ્યતીત કર્યો, પરંતુ હે સ્વામિન?
For Private And Personal Use Only