________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧ર૪
સુરસુંદરીચરિત્ર. માતા અને પિતાને પણ હું બહુ પ્રિય છે એ પ્રકારને જે ગર્વ હારા હદયમાં હતો તે પણ હાલમાં ઉતરી ગયે. હે પુત્રી? “આ કાર્ય બહુ સુગમ છે, એ સંબંધી ત્યારે કંઈ પણ વિષાદ કર નહીં,” એવાં વચને વડે અત્યાર સુધી હને હારી માતાએ છેતરી, તેમજ “હે પુત્રી? જેની ઉપર હારી ઈચ્છા હશે તેની સાથે હારું લગ્ન કરાવીશ.” આ પ્રમાણે પિતાએ કહેલું હતું, છતાં પણ પોતાનું વચન તેમણે આજે અન્યથા કર્યું, હારૂં વૃત્તાંત જાણતા છતાં પણ પિતા જે અન્યથા કરવા ધારે છે, તે પછી હારી મનવાંછિત સંપત્તિનો સંભવ કયાંથી થાય? હે હૃદય? આ પ્રમાણે તું જાણે છે, છતાં પણ આશાને કેમ છોડતું નથી ? જેથી હજુ પણ ઈષ્ટજનના સમાગમાં ઉત્કંઠિત થયેલા જીવિતને તું ધારણ કરે છે? અથવા પિતાના સ્વામિના તાબામાં રહેલા તાતને પણ આ બાબતમાં કોઈ પ્રકારને દોષ નથી. કારણ કે, લોકમાં પણ પ્રસિદ્ધપણે આ વાત સંભળાય છે કે, સેવકભાવ એ ખરેખર દુઃખદાયક છે. અન્યત્ર પણ કહ્યું છે કે –
सेवा श्ववृत्तिराख्याता, न तैः सम्यगुदाहतम् । श्वा करोति हि पुच्छेन, मूना चाहनि सेवकः ॥१॥
અર્થ કેટલાક પંડિતાએ સેવાવૃત્તિને કુતરાની વૃત્તિસમાન કહેલી છે, પરંતુ તેઓનું કહેવું તે યથાર્થ નથી. કારણ કે, કુતરે તે ૫છડા વડે પોતાના પાલકને પ્રીતિ ઉપજાવે છે અને સેવક તે મસ્તક વડે ચાટુપણું કરે છે. માટે ભૂત્યવૃત્તિ બહુ કઠિન છે અને તેમાં કોઈ પણ પ્રકારનું સુખ નથી. તથા ચ;
For Private And Personal Use Only