________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્થપરિચ્છેદ.
૧ર૩ વ્યાકુળતામાં આવી પડેલી એવી તે કનકમાલા મહારા જોવામાં આવી. તેથી મહું વિચાર કર્યો કે, પોતાનું ઘર છોડીને આ એકલી અહીં ઉદ્યાનમાં આવી છે, માટે એ
હને ન જોઈ શકે તેવી રીતે અષ્ટ રહી હું જોઉં કે, પિતાના પિતાનું વચન સાંભળી જ છે સમગ્ર વૃત્તાંતનો, સાર જેણએ એવી આ બાલા શું કરે છે? એમ વિચાર કરી મૌન મુખે ગુપચુપ એક કેળના થાંભલાની પાછળ રહી એક ક્ષણવાર હું તપાસ કરૂ છું; તેટલામાં ત્યાં જે કંઈ હકીકત બની તે તમે સાંભળે. બહુ લાંબે નિ:શ્વાસ મૂકી કનકમાલા બોલવા લાગી
કે, હવે હાલમાં બહુ સંક૯પ વિકલ્પ કનકમાલાનો કરવાથી કંઈ' પણ વળવાનું નથી. તો પશ્ચાત્તાપ. શા માટે મહારેનકામે કાળક્ષેપ કરવો?
બહુ વખત ઘણે વિચાર કર્યો છતાં પણ તે ઈષ્ટજનની સાથે હારે પુણ્યરહિત અને દુર્ભાગ
ને સમાગમ ન થયું. તે સર્વહતાશ દુદેવનો જ વિલાસ છે. અરે ? સમાગમનું સુખ તે દૂર રહ્યું, પરંતુ તેના દર્શનની આશા પણ દુર્લભ થઈ ગઈ, તેના વિયોગ જન્યદુ:ખને લીધે કુટી જતું હૃદય હું હજી સુધી જારી રાખ્યું છે; માટે હે હૃદય? શું હજી લ્હને કોઈ પણ આશા છે કે, જેથી ક્ષણમાત્ર દેખેલા સ્વામીના વિયોગરૂપ વા વડે તું ભેદાયેલું છે છતાં પણ હજી તું જલદી ફુટી જતું નથી. વળી પતિનો વિરહ કરાવનાર એવું પિતાનું વચન સાંભળીને હે હૃદય? તું શત ખંડ નથી થતું; એ ઉપરથી હું એમ માનું છું કે, વજથી જ હારી ઘટના થયેલી છે. તેમજ
For Private And Personal Use Only