________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુરસુંદરીચરિત્ર. વચન સિદ્ધ થાય એવા કોઈ પણ ઉપાયે કનકમાલાને તું સમજાવ, તે સાંભળી તરત જ હું ત્યાંથી ઉભી થઈ અને કનકમાલાના આવાસમાં ગઈ તે ત્યાં ચંદન નામે તેની એક દાસી હતી, તેને હેં પૂછયું કે, હાલમાં કનકમાલા કયાં છે? તેણુએ કહ્યું કે, એ તો આ આપણા પ્રાસાદના ઉપરના માળથી નીચે ઉતરીને નિસ્તેજ મુખે આપણું ગૃહઉદ્યાન તરફ ગઈ છે. તે સાંભળતાં જ મહારા મનમાં એવો વિકલ્પ થયો કે, જરૂર એણીએ અલક્ષ્ય રીતે ત્યાં ઉભી રહીને પોતાના પિતાનું વચન સાંભળ્યું હશે, તેથી જ વિછાય મુખ કરી આબાલા ઉદ્યાનમાં ગઈહશે, એમ હારા સમજવામાં આવે છે, માટે ત્યાં જઈ તે બાલા કંઈ પણ આત્મઘાતાદિક વિરૂપ ન કરે તેટલામાં, જલદી
ત્યાં જઈ હું તેના નિવારણને કોઈ પણ ઉપાય કરું. એમ વિચારતી હું તેની પાછળ ચાલી. અને ચારે તરફ તેની શોધ કરતી તે ગૃહઉદ્યાનમાં હું ગઈ, પરંતુ ત્યાં ગાઢ તરૂવરેને લીધે દષ્ટિ પ્રસાર પણ સુખેથી ન થઈ શકે, તેવા પ્રકારના લતા મંડપ હોવાથી એકદમ તેને પત્તો હુને લાગ્યો નહીં, તેથી હું આમતેમ ફરવા લાગી. અનુકમે જોતાં જોતાં વિશાલપત્રથી સુશોભિત એવાં કદલી ગૃહોને લીધે બહુ રમણીય એવા એક પ્રદેશમાં બહુ પત્રેથી છવાઈ ગયેલા એક તમાલ વૃક્ષની નીચે બેઠેલી તે બાલા હારા જોવામાં આવી. તે પ્રસંગે તે બાલા પોતાના હૃદયમાં કંઈ પણ વિચાર કરતી હોય તેમ દેખાતી હતી, નેત્રમાંથી ખરતાં સ્કૂલ આંસુઓ વડે તેણીનાં ગંડસ્થલ ભીંજાઈ ગયાં હતાં, વળી પોતાનો ધારેલ વિચાર પાર નહીં પડવાથી બહુ દુઃખને માનતી અને બહુ
For Private And Personal Use Only