________________
Shri Mahavir Jain Aradhana Kendra
170
www.kobatirth.org
સુરસુ દરીચરીત્ર.
થઈ ઉભા હતા. તેઓના મારને પણ સ્મૃતિ શીઘ્રગતિથી અચાવ કરી તે આગળ ઉપર ધાડવા લાગ્યા; પરંતુ છેવટે હું:ખના માર્યા તે મૃગલા અણુધાર્યાં ગભરાટથી કૂવામાં પડ્યો અને તરતજ મરણ પામ્યા. જીએ ? પેાતાના દુઃખના ઉદ્ધાર માટે આ મૃગલાએ કેટલા ઉપાય કર્યો ! પરંતુ દૈવ જ્યાં વિપરીત હૈાય ત્યાં પુરૂષ પ્રયત્ન શુ કરી શકે ? તેમજ;– पत्रं नैव यदा करीरविटपे दोषो वसंतस्य किं,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
नोकोऽप्यवलोकते यदि दिवा सूर्यस्य किं दूषणम् । धारा नैव पतन्ति चातकमुखे मेघस्य किं दूषणं,
यद्भाग्यं विधिना ललाटलिखितं तन्मार्जितुं कः क्षमः ॥ १ ॥ અ—આ દુનીયામાં સુખ તથા દુ:ખને આધાર તેા પ્રાયે દૈવના ઉપર જ રાખવામાં આવે છે; જો એમ ન હેાય તે વસંત તુમાં દરેક વૃક્ષેા લકુલ અને પત્રાદિકથી વિરાજીત થાય છે; પરંતુ કેરડાનું ઝાડ પત્ર વિનાનું તેવું ને તેવું જ રહ્યા કરે છે, એમાં વસંતના અપરાધ કેવી રીતે ગણી શકાય ? તેમજ સૂર્યના ઉદ્યોત દરેક પ્રાણીઓને પ્રકાશ આપે છે; પરંતુ ઉલૂક પક્ષીને દેખવાની શક્તિ મળતી નથી; એમાં સૂર્યના દોષ કેવી રીતે કહી શકાય ? મેઘના આગમનથી અખિલ ભૂમડલ શાંત થાય છે, છતાં નિર ંતર મેઘનું રટન કરનાર ચાતક પક્ષીના મુખમાં એક પણ તેની ધારા પડતી નથી; તેમાં મેઘના દોષ કેવી રીતે ઘટી શકે ? આ ઉપરથી માત્ર એટલું સમજવાનું કે, પૂર્વાતિ કના અનુસારે લલાટમાં જે સુખદુઃખના અંક નિર્માણ કરાયેલા હોય છે, તેને અન્યથા કરવાને કોઇ પણ સમર્થ થઈ શક્તે નથી.
For Private And Personal Use Only