________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્થ પરિચ્છેદ.
૧૫ આ કનકમાલા પુત્રી એકજ છે. એથી એની ઉપર અપાર આપણે પ્રેમ છે, વળી એને પ્રેમ ચિત્રવેગ ઉપર થયેલ છે. માટે જે આ એક પુત્રીને પણ મરથ સંપાદન કરવામાં હું શક્તિમાન ન થાઉં તો, હે સુંદરી? મ્હારા જીવવા વડે શું? તેમજ શ્રી ગંધવાહન રાજાએ મોટા ગરવ સાથે પિતાના પુત્ર માટે આ આપણી પુત્રીની માગણી કરી છે, વળી મહે પણ તેની માગણીનો સ્વીકાર કરી પુત્રીને અર્પણ કરી છે, માટે હે મૃગાક્ષી ? હાલમાં તે મહારૂં વચન અન્યથા કરવા માટે હું શક્તિમાન્ નથી. આ કારણથી મહેં ન્હને કહ્યું કે મહારે હાટું દુઃખ આવી પડ્યું ” હે ચિત્રવેગ? આ પ્રમાણે પોતાના પતિનું વચન
સાંભળી મ્હારી સ્વામિની ચિત્રમાલા ચિત્રમાલાની ચિંતા. પણ નિસ્તેજ મુખવાળી થઈ ગઈ. અહ?
અનેક પ્રકારના સુખ વૈભવે છતાં પણ દુઃખરૂપી દૂતને પ્રભાવ કે છે શાસ્ત્રમાં પણ કહ્યું છે કે;व्यथन्ति मन्त्रेण महोरगेन्द्रा-विनाम्बुसंयोगमथेह मीनाः। सुसाधवोऽधर्मरताऽनुषङ्गाद्, दुःखातिभारेण महाजनाश्च ॥१॥
અર્થ “વીર્યને પ્રતિબંધ કરનાર એવા મંત્રના પ્રભાવથી મહેટા મોટા સર્પો ભયભીત થઈ દુ:ખને આધીન થાય છે, તેમજ જળના સંયેગશિવાય મોટા મોટા માછલા ત્રફટીને પ્રાણાંત દુઃખમાં આવી પડે છે. તેમજ વળી સપુરૂષે પણ અધમીઓના સહવાસથી બહુ દુઃખી થાય છે અને સુખ સમૃદ્ધિથી પરિપૂર્ણ એવા મહેટા લેકે પોતાના ઉપર
For Private And Personal Use Only