________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૪
સુરસુંદરીચરિત્ર. મહે કહ્યું કે, હે મહારાજ ? આ સંબંધી આપને કંઈ પણ કહેવાની જરૂર નથી, આપને પુત્રી આપવી એમાં શી મહેાટી વાત છે? મહારા પ્રાણ પણ આપના સ્વાધીન છે. તે પુત્રીને પણ ધન્યવાદ છે કે, જે આપની નુષા-પુત્રવધૂ થશે. વળી આ પ્રમાણે સંબંધ થવાથી શ્રીકેવળીભગવાનની વાણી પણ સફલ થાશે, કારણ કે, તેમણે કહ્યું છે કે, વૈતાઢયગિરિમાં જે વિદ્યાધરને ચકવર્તી રાજા થશે તેજ કનકમાલાને ભર્તા જાણ. માટે આપના પુત્ર શિવાય હાલમાં બીજે કેણુ ચકવત્તી થઈ શકે તેમ છે ? આ પ્રમાણે હારું વચન સાંભળી પ્રફુલ્લ થયું છે મુખકમળ જેનું એવા તે ગંધવાહન રાજાએ તરત જ સમયશ નામે જેપીને આજ્ઞા કરી કે વિવાહનું લગ્ન ક્યારે આવે છે તે તમે નક્કી કરે. ત્યારબાદ જોષીએ સારી રીતે ગાયોગને તપાસ કરી
કહ્યું કે, હે નરાધીશ! વૈશાખ સુદી લગ્નનિરૂપણ. પંચમીની રાત્રીએ બહુ ઉત્તમ પ્રકારનું લગ્ન
આવે છે, માટે તે મુહૂર્ત આપણે નકકી રાખવાનું છે. આ પ્રમાણે લગ્ન નિર્ધાર્યા બાદ હે રાજાને કહ્યું કે, હવે હુને જવાની હૂમે આજ્ઞા આપે. જેથી હું હારા નગરમાં જઈ વિવાહ કાર્યની સમગ્ર સામગ્રી તયાર કરાવું. હે સુતનુ? પછી રાજાએ હુને આજ્ઞા આપી એટલે તરતજ ત્યાંથી નીકળી હું અહીં આવ્યું છું. અને કનકમાલાના વિવાહ માટે સેમિયશ અને આદિત્યયશ નામે ગંધવાહન રાજાના મંત્રીઓ પણ મ્હારી સાથે આવેલા છે, તેમજ આવતી કાલે પ્રભાતમાંજ કનકમાલાનો વિવાહ મહોત્સવ શરૂ કરવાનું છે. હવે અહીં આપણે શું કરવું? એમ છતાં આપણે
For Private And Personal Use Only