________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સુરસુંદરીચરિત્ર.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
સુખના કારણે ભૂત શ્રીજીનચંદ્રભગવાને કહેલા ધર્મમાં ઉદ્યુક્ત થાઓ ? અને પેાતાના જન્મ સલ કરેા. સાવદ્ય કાર્યાન જેમાં સર્વથા ત્યાગ રહેલા છે એવી પ્રત્રજ્યા–મુનિદીક્ષાને ગ્રહણ કરીને કર્મ શત્રુના નાશ કરા? અને શાશ્વતસુખમય એવા મેાક્ષ સ્થાનને પ્રાપ્ત કરી. આ પ્રમાણે શ્રીકેવળિભગવાનની દેશના રૂપી અમૃતનું પાન કરી ગઘવાહન રાજા મસ્તકે હાથ જોડી વિનય પૂર્વક એલ્યે. હે ભગવન ? આપે જે જે વચન કહ્યાં તે સત્ય છે. પરંતુ મ્હારા પુત્ર નરવાહનને રાજ્ય સહિત સર્વ વિદ્યાઓ વિધિ પૂર્વક આપીને હું આ અસાર ગૃહવાસના ત્યાગ કરીશ. કારણ કે, ગૃહ એ મનુષ્યના ખરેખર ગ્રાસ કરનાર છે.
તે સમયે હૈ સુંદરી ? પ્રશ્નને! સમય જાણી પ્રણામ કરી મ્હે પણ શ્રીકેવલીભગવાનને પુરાજપ્રશ્ન. છયુ કે, હે મુનીંદ્ર ? આપ કેવલજ્ઞાનના પ્રભાવથી લેાકાલેાકમાં રહેલા સર્વ પદાર્થોને સાક્ષાત્ જાણેા છે તથા દેખા છે. તે મ્હારા એક સદેહને દૂર કરા. રૂપ, ગુણ, લાવણ્ય અને વિજ્ઞાનથી સંપૂર્ણ એવી એક મ્હારે પુત્રી છે. તેનું નામ ક્નકમાલા છે. અને તે મ્હારા પ્રાણાથી પણ મ્હને બહુ વ્હાલી છે. તે એ કન્યાને! મનેાભીષ્ટ સ્વામી કાણુ થશે ? હે ભગવન્ !
આ ચિંતાને લીધે હમ્મેશાં મ્હારૂ હૃદય પીડાયા કરે છે. જેથી સુખની પ્રવૃત્તિ અણુમાત્ર પણ મ્હારી નજરે આવતી નથી. માટે મ્હારૂં મન શાન્ત થાય તેવી રીતે આ પ્રશ્નના ઉત્તર કૃપા કરી આપ હૂને કહેા કે, તેના
For Private And Personal Use Only