________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્થ પરિચ્છેદ.
૧૧૧ સ્વજન, અને પિત્રાદિકનો સ્નેહભાવ અસ્થિર છે, વિષય સુખ પણ પરિણામમાં દારૂણ દુઃખ આપનાર એવા નરકાદિ દુ:ખને હેતુ થાય છે. આરંભ અને પરિગ્રહથી સંચિત એવા પાપને જ તે પરિણામ છે, વળી તે પરિણામ અતિ ભયંકર એવા બંધવડે જીવાને અસહ્ય પીડાને આપનાર થાય છે, છતાં મિથ્યા વિકલપના વશથી તે સર્વ સુખ રૂપ ભાસે છે, તેમજ અહર્નિશ પ્રવૃત્ત થયેલા મૃત્યુ રૂપ સુભટ પ્રાણીઓના સમુદાયને ખેંચી લે છે, આ પ્રમાણે સંસારની સ્થિતિ છતાં, હે ભવ્યાત્માઓ? સમ્યક્ પ્રકારે તમે વિચાર કરે, શાસ્ત્રમાં કહ્યું છે કે, बुद्धेः फलं तत्त्वविचारणञ्च, देहस्य सारं व्रतपालनश्च; अर्थस्य सारं किल पात्रदान, वाचः फलं प्रीतिकरं नराणाम्॥१॥ અર્થસબુદ્ધિ પામવાનું ફલ માત્ર એટલું જ છે કે; ધર્મ તને વિચાર કર જોઈએ, જેથી આત્મોન્નતિ થાય. તેમજ આ મનુષ્ય દેહનો સાર એ છે કે, અનેક પ્રકારનાં વ્રત પાલન કરવાં. વળી અનેક પ્રકારના યત્નથી મેળવેલા ધનને સાર એટલેજ સમજવાને છે કે, સુપાત્રને સબુદ્ધિથી દાન આપવું. અનેવાણીનું ફલ એ છે કે, કેઈપણ પ્રાણીને વાચક ઉપર અપ્રીતિ થાય નહીં, માટે હે મહાનુભાવો? આ દુર્લભ મનુષ્ય ભવ પામીને તમે સદબુદ્ધિનો ઉપયોગ કરે. વળી કેવલિ ભગવાને પ્રરૂપેલા સમ્યક્ ધર્મ શિવાય, આ સંસાર ચક્રથી ભય પામેલા અને ભવ સાગરમાં બૂડેલા એવા ભવ્યપ્રાણીઓને બીજુ કઈ શરણુ નથી. એમ સમજી હે પુણ્યાત્માઓ ? પ્રાપ્ય એવા આ માનવ જન્મને પામીને, શાશ્વત્ શિવ
For Private And Personal Use Only