________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૪
સુરસુંદરીચરીત્ર. અરે? આવા અયોગ્ય કાર્યમાં અધમ માણસ પણ વિચારશીલ થાય છે, તે શું હવે કંઈ પણ વિચાર નથી ? અસ્તુ દૈવગતિ બળવાન છે, વળી આ મ્હારાં નેત્રાની ઉપર વાપાત થવા જોઇએ, અથવા એનાથી પણ કંઈ કઠિન વસ્તુ પડવી જોઈએ. કારણ કે, અજ્ઞાતજનને દેખીને જેઓ આ દુ:ખદાયક પ્રતિબંધ કરે છે.
હદય ? ક્ષણમાત્રના પરિચયવાળા અને બહુ દુર્લભ એવા માણસની પ્રાપ્તિ માટે આટલે બધે તું કેમ સનેહ કરે છે? અશકય વસ્તુની આશા રાખવી નકામી છે. માટે હવે તું ઘણે ખેદ કર છોડી દે, કારણ કે, હાલમાં દૈવગતિ બહુ વિપરીત છે. વળી તે હદય ? આટલું અસહ્ય ગાઢ દુઃખ હરે પડ્યું છે છતાં પણ તું વજથી ઘડાયેલું છે એમ હું માનું છું. અન્યથા હારા સેંકડે ટુકડા કેમ ન થઈ જાય ? એમ કેટલાક હું સંક૯પવિકલપ કરતો હતો, અને તે પ્રસંગે હારા દુઃખને તો પાર જ નહોતો, હારૂં હૃદય તો તેણીના વિરહાનળથી બહ ધગધગતું હતું, તે પ્રસંગે હે કુમાર ? ફરીથી પણ તે સેમલતા હારી પાસે આવી, તે સમયે તેણીનું હૃદય કંઈક હર્ષવાળું હુને માલુમ પડ્યું. અત્યંત વિષાદરૂપી કાદવમાં ખુંચી ગયેલ મહુને જેઈ હારી પાસમાં બેસી તે બેલી. હે સુંદર? તું અતિશય ઉદાસ મનવાળે કેમ દેખાય છે? શું વિવાહની વાર્તા સાંભળીને તું આવો ઉદાસી બન્યો છે! પ્રથમ હારું કહેવું તો તું સાંભળ! પછી હે કહ્યું કે. હે સેમલતે ! હજુ પણ અમને આસંબંધી કઈ પણ આશા હેય ખરી ! જેથી તું આ પ્રમાણે બોલે છે !
વિવાર્થ હોય
For Private And Personal Use Only