________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૧
ચતુર્થ પરિચ્છેદ. दैवं फलति सर्वत्र, न च विद्या न च पौरुषम् ।
समुद्रमथनाल्लेभे, हरिलक्ष्मी हरो विषम् ॥१॥ ' અર્થ–“દરેક સ્થળે દેવ શિવાય ફલપ્રાપ્તિ થઈ શક્તી નથી. વિદ્યા અને પરાક્રમ દૈવની આગળ નિરર્થક થાય છે. કારણ કે, દેવ અને દૈત્યોએ એકઠા થઈ રત્નો માટે સમુદ્ર મંથન કર્યો, ત્યારે હરિને લક્ષમી મળી અને શંકરે વિષપાન કર્યું. માટે દેવગતિ બળવાનું છે. ”વળી દૈવની આગળ કોઈને વિચાર સિદ્ધ થતું નથી. જેમકે;अघटितघटितानि घटयति, सुघटितघटितानि जर्जरीकुरुते । विधिरेव तानि घटयति, यानि पुमानैव चिन्तयति ।। २॥
અર્થ—“વિધિદૈવની રચના એવી છે કે, અઘટિત કાર્યોને સુઘટિત કરે છે અને સુઘટિત કાર્યોને જીણું કરે છે. તેમજ જે કાર્યોને પુરૂષ કેઈ દિવસ ચિંતવત નથી, તેવાં કાર્યોને દેવ ક્ષણમાત્રમાં સિદ્ધ કરે છે. માટે આટલા ઉપાય કર્યા છતાં પણ હારે મનોરથ સિદ્ધ થતો નથી, તે હારા ભાગ્યની જ ખામી છે. વળી સાત સાંધે અને તેર તૂટે એ ન્યાય બરાબર હુને લાગુ પડે છે. ઠીક હવે આથમ્યા કેડે અસર અને લુંટયા કેડે ભય શો? જેમ બને તેમ ખરું, એમ કેટલોક ઉહાપોહ કરીને પછી હું આગ્રલતાને બોલાવી. તે પણ તરત જ હારી પાસે આવી, હું તેને પૂછયું કે, આ વાત્રો કયાં વાગે છે? કઈ પણ સ્થળમાં માંગલિક પ્રસંગ હારા સાંભળવામાં આવ્યો છે? કેઇ પણ કાર્ય તો હોવું જોઈએ, અન્યથા આવાં વાદ્ય વાગે નહીં,
For Private And Personal Use Only