________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭
કારણકે ગુણએ કરી કાઈપણ મહાપુરૂષ ભલે ઉચ્ચકોટીએ ગયેલ હોય પણ વસ્તુગતિએ તે મનુષ્યત્વને છોડતો નથી, તે હેના સ્વાભાવિક ગુણોને દબાવી દઈ કેવળ દૈવિક ગુણનેજ પ્રગટ કરવા પ્રયત્ન કરવો તે વાસ્તવિક જીવનચરિત્ર કદાપિ કહી શકાય નહીં. જીવનચરિત્રને અર્થ એ છે કે, વર્ણનીય મનુષ્યના ન્હાના કે મોટા, લઘુ કે ગુરૂ એવા દરેક આ ચાર વિચારની ઓળખાણ આપવી જોઈએ. તેમજ હેની આકૃતિ ગતિ અને ચેષ્ટા વિગેરે દરેક હકીકત બહુ સૂક્ષ્મ રીતે લખવી જોઈએ. તેમજ તેના ગુણ દેશનું વર્ણન પણ યથાર્થ રીતે આપવું જોઈએ. સપુરૂષોના જીવનચરિત્ર ઉપરથી માનવસ્વરૂપ, તેમજ હેને અંગે - જનાકરાતું હેના સંબંધોનું સ્વરૂપ અને તેના નિયમોના અભ્યાસક્રમ વડે પોતાનું જીવન સુધારવાનો અપૂર્વમાર્ગ છે. વળી શરીરની એકાદ ખેડથી કિવા સ્વભાવના એકાદ વલણથી આખા જીવિત ઉપર તેમજ તે જીવિતદ્વારા પ્રગટ થયેલા વેગના પ્રભાવથી આખા દેશ કે સમસ્ત પૃથ્વી ઉપર બહુ વિલક્ષણ અસર થયેલી છે અને હાલમાં પણ થાય છે, એવી સમસ્ત વાર્તાઓને જેમાં સમાવેશ થતો હોય તેજ તાદશ જીવનચરિત્ર કહી શકાય. બાકીનાં બાહ્ય આડંબરથી શણગારેલાં નાટકીય પાત્રોની માફક હાલમાં લખાતાં કેટલાંક જીવનચરિત્રો દૃષ્ટિગોચર થાય છે. જો કે તેવાં અસદ્દ અર્થબોધક જીવનચરિત્રો ક્ષણમાત્ર અવલોકન બુદ્ધિથી દૃષ્ટિને લુબ્ધ કરે છે. પરંતુ સ્વાભાવિક રીતે આપણે જાણીએ છીએ કે અંદરથી તે તેઓ અસાર વસ્તુથી જ બનેલા છે. તેથી તેવાં ચરિત્રોના નાયક ઉપર તેમજ તેમના પ્રરૂપક ઉપર વાચકને બીલકુલ માન કે ભક્તિની અસર થતી નથી. ઉલટી તિરસ્કારની લાગણી વિા ઉપેક્ષા જ પ્રગટ થાય છે. વળી સપુરૂષોનાં જીવનચરિત્રની જેટલે અંશે અસર થાય છે તેટલી અન્ય વાર્તાઓના કોઈપણ પ્રબંધથી થઈ શકતી નથી. માટે આબાલવૃદ્ધોએ જીવનચરિત્રો વાંચવા તરફ લક્ષયોગ બહુ વધારવો જોઈએ. હેમાં ખાસ ધ્યાનમાં રાખવાનું એ છે કે આપણું દેશમાં આધુનિક જીવનચરિત્રો કેટલાંક એવી ઢબથી લખાયાં છે કે
For Private And Personal Use Only