________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેના વાચનથી અસ્તવ્યસ્ત દશા ઉપસ્થિત થવાનો સંભવ રહે છે. તે તેવાં પુસ્તકોને વિવેક સમજ્યા બાદ પોતાની રૂચિને અનુસાર સદ્દબોધદાયક પુસ્તકના વાચન તથા શ્રવણમાં ઉઘુક્ત થવું ઉચિત છે. તેમ જ બાલકાની અપરિપકવ બુદ્ધિ હોવાથી હેમની ઈચ્છાનુસાર તેમના માતાપિતાએ યોગ્ય પુસ્તકની ગોઠવણ કરી આપવી જોઈએ. કારણકે પુસ્તકની યોગ્યતા પ્રમાણે વાચકની યોગ્યતા ન હોય તો તે નિરર્થક થઈ પડે છે. વળી જે પુસ્તક અને વાચક એ બંનેની સમાન યોગ્યતા હોય તો તેમાંથી કોઈ અપૂર્વ આનંદરસ પ્રગટ થાય છે. પુસ્તકનું તાત્પર્ય વાચકના હૃદયમાં પ્રતિબિંબિત થતાની સાથે જ તેના હૃદયમાં રહેલા નિધાનનું આવરણ છુટી જાય છે. અને આંતરિક ખજાનો એટલોબધે દીપી નીકળે છે કે જેથી પિતાને તેમજ અખિલ જનસમાજને અપૂર્વ આનંદ મળે છે. આવા અનુભવ પ્રતિક્ષણે બુદ્ધિમાન પુરૂષોને થયા વગર રહેતા નથી. વળી હું નથી ધારતો કે, કેઈ લેખક કિંવા વાચક વિદ્વાનને પિતાના હદયમાં કોઈ નવીન ગ્રંથને અથવા નવીન તર્કવિતર્કનો સાકાર સંકલ્પ તાદશ એક જ ગ્રંથના અવલોકનથી જાગૃત થવાને અનુભવ નહોય. એમને યોગ્ય વિવેકસર પુસ્તકનો પરિચય કરવામાં આવે તો અનેક પ્રકારે પુરતો લાભ મળી શકે એ નિવિવાદ વાત છે. પરિચયમાં પણ ભિન્ન ભિન્ન વ્યક્તિની અપેક્ષાએ ઘણે મતભેદ હોય છે. કેટલાકને એવો પ્રેમ હોય છે કે, દરેક પુસ્તકનો સંગ્રહ કરવો. પરંતુ તે પુસ્તકોને સ્વ અથવા પર વાચનદ્વારા લાભ મળવાનો અસંભવ હોય તો તેથી પણ ફલિતાર્થશે? વળી આપણુ આર્ય દેશમાં પ્રથમ તો પુસ્તક સંગ્રહનોજ ઘણે અપરિચય હોય છે. ત્યાં આ બાબતની વાત જ શી ? નવીન લેખકે યુરોપ અને અમેરિકા દેશની અંદર કેટલા વધી ગયા છે. જેમણે તે પુસ્તકના આધારે પુષ્કળ સંપત્તિઓ પ્રાપ્ત કરી દેશને અભ્યદય કર્યો. અને આપણા દેશદ્ધારક વિક્રમ, અકબર, શિવાજી વગેરે સ્મરણ માત્ર રહ્યા છે. પરંતુ જે કંઈ ગૌણ તરીકે હાલમાં બાસંગ રહેલો
For Private And Personal Use Only