________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનવૃત્તાંતદ્વારા હાલમાં આપણે પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ. અને તે ઉપરથી આપણને પ્રતિ સમયે પ્રસંગોપાત્ત સબોધ મળે જાય છે. સપુરૂષોનાં ઉત્તમ જીવનચરિત્રો લેકની અંદર બહુ જ ફાયદાકારક થઈ પડે છે. આપણું દેશમાં આપણું પ્રભાવિક શાસ્ત્રકારક મહાત્માઓ કિવા દેવતાઓના ચરિત્રવર્ણનથી, પ્રભુકથાના રસથી અને સિદ્ધાંતોના સર્વસ્વ ઉપદેશથી અનેક મહાપુરૂષો અને પવિત્રનારીઓનાં જેમ જીવનવૃત્તાંત રચાયેલાં જોવામાં આવે છે, તેમ યુરોપ વિગેરે દેશોમાં પણ બાયબલથી બીજે નંબર લુટાર્કનો રચેલે જીવનચરિત્રમાલાને ગ્રંથ અખિલ ચરિત્રના જીવનભૂત થઈ પડેલ છે. પરંતુ આવાં પ્રભાવશાલી ચરિત્રોના વિજ્ઞાનથી લોકોમાં ઉત્તમ પ્રકારની જાગ્રતી થાય એવા ઉદ્દેશથી જીવનચરિત્ર લખવાની પ્રણાલિકા પ્રથમથી જ ચાલી આવેલી છે. છતાં હાલમાં તે સંબંધી ઘણો વ્યક્રમ જોવામાં આવે છે. હેને સુધારવાની બહુજ જરૂર છે. કોઈપણ વર્ણનીય વ્યક્તિના ગુણ માત્ર પ્રશંસા તરીકે જાહેરમાં મૂકવા અને અવગુણોને આચ્છાદિત કરવામાં આવે, અથવા મૂળ ગુણનો અભાવ હોય છતાં પણ ગુણાનુવાદ કરવામાં બાકી ન રાખે, તેવા લુબ્ધકોએ માત્ર મહિમા વધારવાના આશયથી લખેલાં ચરિત્રો ક્યાંથી સારાં લખાઈ શકે ? અને તેવા અસત્ય લેખો ઉપરથી જનસમાજને ફાયદો પણ ક્યાંથી થઈ શકે ? વળી એક વિદ્વાન જણાવે છે કે, સંભાવિત સત્યપુરૂષોનું વર્ણન કરતાં કરતાં એટલા સુધી પહોંચી જાય છે કે હેમને સાક્ષાત દેવ બનાવી દે છે. આવા અસંભવિત વર્ણન ઉપરથી લાભને બદલે ઉલટી હાનિ થાય છે. કારણ કે અશક્ય ગુણોનું અનુકરણ કરવા કોઈપણ રૂચિ કરી શકે નહીં. સ્વસમાનગુણોને અનુસરવા પ્રાયે દરેક સુજ્ઞજનોનું લક્ષ્ય રહ્યા કરે છે. આપણે દષ્ટાંત તરીકે જે પ્રસંગ ચર્ચાએ છીએ તેપણ સંભાવિત અને ઘટતો હોય તેજ તે સફલ થઈ શકે છે, તે જીવનચરિત્રમાં અંડમંડ વાર્તાઓ લખવી તે માત્ર ભાવિદ્યા જ ગણાય. એથી જનસમાજને કોઈપણ લાભ થતો નથી. આવાત સત્ય છે.
For Private And Personal Use Only