________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હૃદય તેવા પુરૂષોના ગુણુવલોકનમાં વિશેષ આનંદ માને છે. તેમ જ દરેકનું લક્ષ્ય ન્યૂનાધિક અંશે અન્ય માણસના આચાર તરફ દેરાચેલું હોય છે. તેથી જ અધિકાધિક પુસ્તકોના વાચનદ્વારા મનુષ્યોનાં મન વિશેષ અનુભવના પ્રસંગમાં આવે છે. એટલે ઉત્તરોત્તર વિશેષ પ્રમાણમાં મનુષ્યોનો સંબંધ જેમ જેમ અન્યની સાથે વધતો જાય છે તેમ તેમ તેમના હૃદયની ઉદારતા બહુ ખીલતી જાય છે અને કરૂણા મૈત્રી અને પ્રેમભાવ વિગેરે ગુણોની ખીલવણી વસંતની માફક મનોહારી નીવડે છે. આવાં આંતરિક કારણોની અપેક્ષાથી જીવનચરિત્રો વાંચવામાં મનુષ્યોની ઉત્કંઠા વિશેષતાઓ રહે છે. અને તે કારણને લીધે જ કથાવાર્તાઓની ચોપડીઓના ગ્રાહકે વિશેષ પ્રમાણમાં વધી પડેલા છે. વાર્તાઓ એ પણ પ્રાયે કેટલીક તો કપિત જીવનચરિત્ર તરીકે ગણાય છે. વળી પ્રત્યક્ષ જીવનચરિત્રના આદર્શરૂપ નાટક જોવામાં મનુષ્યોને જે આનંદ મળે છે અને તે તરફ જે હૃદય આકર્ષાય છે, એનું પણ કારણ તો તે જ છે. વળી જીવનચરિત્ર અનેક પ્રકારનાં લખાયેલાં છે તેઓમાં ત્રેસઠશલાકા પુરૂષોની કથા સમાન અન્ય જીવનચરિત્ર ગુણગ્રાહી પુરૂષોને સંતોષદાયક કોઈપણ છે નહીં. આપણું પ્રાચીન સાહિત્યમાં ઘણાં ચરિત્રો લખાયેલાં છે. અદ્યાપિ કેટલાંક ચરિત્રો વાચકોને નવીન જેવાં માલુમ પડે છે, પરંતુ ત્રિષઝિશલાકા પુરૂષ કથાના વાચન કિંવા શ્રવણથી હદયની જે નિર્મલતા થાય છે, તેમ જ ચમત્કારિક, અલૌકિક અને હંમેશાં અવલોકવામાં આવતા એવા તાત્વિક પ્રસંગોના વર્ણન દ્વારા મહાન પુરૂષના મહિમા પૂર્વક નિયમનું જે જ્ઞાન મળે છે. તેમ જ પારિણમિક ઉચ્ચકોટીના વિશુદ્ધ જ્ઞાનનો જે બોધ મળે છે. તે લાભ કોઈપણ કથા કે કોઈ પણ ગ્રંથમાંથી મળી શકે દુર્લભ છે. યદ્યપિ મહાપ્રભુનું જીવન યથાગ્રાહી વાચકોને અપૂર્વ લાભદાયક છે. તથાપિ તેમણે પ્રરૂપેલાં સતશાસ્ત્રો આ દુનીયાની અંદર અનંતજ્ઞાન અને શાસ્ત્રનીતિનો એક અપ્રતિમ નમુનો છે. તેમ જ મહાત્માઓ અને મહાસતીઓને તેમના
For Private And Personal Use Only