________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ળની માફક બંધનકારક થાય છે. જેમ સંધમાં એકત્ર થયેલા લોકો પરસ્પરની સહાયને લીધે સાથે ગમન કરે છે, પરંતુ જ્યારે અરણ્યની અંદર અકસ્માત ભય આવી પડે છે ત્યારે ભિન્નભિન્ન દિશાઓમાં પિતપોતાની અનુકૂળતા પ્રમાણે તેઓ વિખરાઈ જાય છે, અને તે સમયે કોઈ કોઈની શોધ લેવા ઉભા રહેતા નથી. તેમજ સગાંસંબંધીઓ સંસારયાત્રામાં સ્નેહસંબંધવડે સુખદુ:ખ ભોગવતાં છતાં પરસ્પરની મદદ માટે એકઠાં થયેલાં છે. પરંતુ મરણાંતમાં જ્યારે તેઓ છુટાં પડે છે ત્યારે પિતપિતાના કર્માનુસાર ભિન્નભિન્ન ગતિમાં ચાલ્યાં જાય છે. માટે પિતાના સંબંધીઓથી કિવા અન્યપ્રતીતિથી નિરપેક્ષ થઈ મુમુક્ષુજનોએ મોહદશાનો ત્યાગ કરી સમજવું જોઈએ કે સંસારજાળમાંથી મુક્ત થયા શિવાય મોક્ષનગરનો માર્ગ દુર્લભ છે. વળી આ સંસારવાસતો અનિત્ય છે, જીવનની સ્થિરતા કેટલી છે ? તે જ્ઞાની શિવાય અન્ય કોઈ જાણી શકતા નથી. અને પ્રાપ્ત થયેલા મરણને હઠાવવાને કઈ શક્તિમાન નથી. માટે જ્યાં સુધી આત્મસત્તા અબાધિત હોય તેટલામાં ધર્મ સાધન કરી લેવા ચૂકવું નહીં. કારણકે;
अद्य वाब्दशतान्ते वा, मृत्युर्वै प्राणिनां ध्रुवम् । गृहीतइव केशेषु, मृत्युना धर्ममाचरेत् ॥ १ ॥
અર્થ–જો કે આ જગતની અંદર જન્મેલા પ્રાણીઓનું મરણ તો અવશ્ય થવાનું છે, પરંતુ આજે કિવા, સો વર્ષ પુરાં થએ અથવા કેઈપણ મધ્ય સમયમાં વાત ચોક્કસ જાણવામાં આવતી નથી. માટે નજીકમાં રહેલા મૃત્યુને સમજીને મનુષ્યોએ ધર્મનું આચરણ કરવું.
મનુષ્યોના હૃદયને આકર્ષવાની શક્તિ માનવજાતિમાં જ રહેલી હોય છે. મનુષ્યના જીવિત સંબંધી જે કંઇ વિશેષ અનુભવ આનંદ,પ્રેમ, શોક, શૌર્ય કે ચાતુર્યાદિકના પ્રસંગને લઈને મનુષ્યોનાં હદય અન્ય કરતાં અધિક ખેંચાય છે. કારણકે કોઈપણ ગુણાપેક્ષી માનનાં
For Private And Personal Use Only