________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીય પરિછે. શું? એમ ક્ષણમાત્રમાં તે અદશ્ય થઈ ગયે. એટલે પ્રભાતરૂપી ઉત્તમ હસ્તિઓ નિમૂલ કરેલી અને ચંદ્રરૂપી પક્ષીઓ ત્યાગ કરેલી એવી રાત્રીરૂપી વેલડીનાં તારારૂપી પુપે જાણે ખરી પડતાં હોયને શું? તેમજ સૂર્યમંડલની હવે તૈયારી છે, એમ લેકેને જણાવવા માટે જેમ ક્ષણમાત્રમાં પૂર્વ દિશા કેસુડાં અને પોપટની ચાંચ સમાન લાલ મુખવાળી દેખાવા લાગી. અનુક્રમે સૂર્યના કિરણે પ્રસરવા લાગ્યા, પ્રચંડ કિરણેથી દિગંતરો છવાઈ ગયાં, જેથી કમલ વન એકદમ ખીલવા લાગ્યાં. રથાંગ (ચક્રવાક) પક્ષીઓના જોડલાં સાથે ફરવા લાગ્યાં, આ પ્રમાણે સર્યોદયનો પ્રભાવ હારા જાણ વામાં આવ્યો કે, તરત જ હું પણુ શયનમાંથી બેઠે થયે અને પ્રભાતનાં કાર્ય કરવા લાગ્યા. વળી હે સુપ્રતિષ્ઠ? તે દયિતાનું હવે મને દર્શન થશે, એમ જાણુ મહારા હૃદયમાં અનન્ય હર્ષ થયા. શ્રીધનેશ્વર મુનિએ રચેલી, સુંધ ગાથાઓના સમૂહ વડે રમણીય અને રાગ તથા દ્વેષરૂપી અગ્નિ અને વિષને હરણ કરવામાં જળ અને મંત્ર સમાન સુરસુંદરીનામે કથા સંબંધિ વિરહાવસ્થામાં સૂર્યોદય નામે સુપ્રસિદ્ધ આ તૃતીય પરિચ્છેદ સમાપ્ત થયે. इतिश्रीधनेश्वरमुनिविरचितप्राकृतपद्यमयसुरसुंदरीचरित्रस्य शास्त्रविशारदयोगनिष्ठाध्यात्मज्ञानदिवाकरजैनाचार्यपूज्यपादश्रीमद्-बुद्धिसागरसूरीश्वरशिष्यरत्नप्रसिद्धवक्तेतिख्यातिभागाचार्यश्रीमद्-अजितसागरसूरिकृतगुर्जरभाषानुवादे विरहे सूर्योद्गमनाम
तृतीयपरिच्छेदः समाप्तः
For Private And Personal Use Only