________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૮
સુરસુંદરીચરિત્ર. વૃથા છે. જેરાગ હદય વડેજ વહન કરાય છે, તેજ રાગ વળી હૃદયને બળે છે, હવે આ વાર્તા કેને કહેવી ? શરણથી જ ભય ઉત્પન્ન થયે તે પછી શું કરવું? વળી મહારા હૃદયને શાંત કરનાર તો કમલેદરસમાન અતિસુકેમલ એવા તેણીના હસ્તને જ હું માનું છું. હવે તેણીને તે સુકમલ હસ્ત જે દિવસે હારા હસ્તને સ્પર્શ કરે, તે દિવસ કેઇ આવશે ખરા? અરે? તેણની સાથે પાણિ ગ્રહણાદિક દૂર રહ્યું, પરંતુ હારા હૃદયને ઈષ્ટ એવા તેણીનાદર્શનને પણ હું દુર્લભ માનું છું. વિરહ દુ:ખને શાંત કરનાર તેનું મુખારવિંદ જે હારી દષ્ટિાચર નથાયતો હારૂં જીવિત વૃથા છે, એટલું જ નહીં પરંતુ આ મનુષ્યભવ પણ નિરર્થક છે. અથવા જે મહારૂં દેવ અનુકૂળ હશે તો આગ્રલતાના કહેવા પ્રમાણે પ્રભાતમાં તેનું હુને દર્શન થશે.
પ્રચંડ વિરહાગ્નિની જ્વાલાઓ વડે બહુ તપિ ગયેલા એવા આ હૃદયને શાંત કરવા માટે તે દયિતાના દર્શનરૂપી ઔષધ વિના બીજે કોઈ પણ ઉપાય નથી.
ઈત્યાદિક વિકલ્પચક્રમાં અથડાવાથી હુને નિદ્રાદેવીનું દર્શન પણ થયું નહીં અને ચિંતામાં ને ચિંતામાં તે રાત્રી ચાર પ્રહરની હોવા છતાં પણ હવે તે સમયે હજાર પ્રહાર સમાન દુ:ખદાયક થઈ પડી. મુખેથી વર્ણવી પણ ન શકાય તેવા દુસહ સંતાપથી તપી ગયેલું મહારું હૃદય ફુટવાની તૈયારીમાં હતું, પરંતુ પ્રિયાના દર્શનની આશાને લીધે જ તે ટકી રહ્યું છે, એમ હું માનું છું. ત્યારબાદ પિતાના શીતલ કિરણોના સમૂહ વડે પણ હાર સંતાપ તે દૂર કરી શકે નહીં. તેથી તે ચંદ્ર લજાને માર્યો અસ્તાચલ ઉપર ગય હાયને
For Private And Personal Use Only