________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીય પરિચ્છેદ જાણે તે બેલી, આ પાન બીડું કેણે કહ્યું છે? મહે કહ્યું કે, હે સુંદરિ? હારા હૃદયને હરણ કરનારા એવા હારા પ્રિયતમે મોકલ્યું છે. તે બેલી અરે? હું તે કન્યા છું. હે ભકે? મહારે પ્રિયતમ કયાંથી? પછી હું બેલી, હે તવંગી? જરૂર લ્હારૂં ધારેલું તે પણ સત્ય થશે. ત્યાર બાદ મંદ સ્વરથી અસ્કુટ અક્ષરે વડે તે બેલી, હે સખી? હાર મંદ ભાગિણીનાં એવાં પુણ્ય કયાંથી હોય? કે, એ મ્હારા સ્વામી થાય? એનું તો દર્શન માત્ર પણ બહુ દુર્લભ છે. માત્ર આટલું તે બેલી તેટલામાં તેની આંખોમાં આંસુ ભરાઈ ગયાં અને નિ:શ્વાસ મૂકતી તે ફરીથી મૂષ્ઠિત થઈ ગઈ. ત્યારે તેની સખીઓએ હુને કહ્યું કે, જલદી તું ત્યાં જા અને નિર્દય હૃદયવાળા તે સુભગને અતિશય પ્રેમને ધારણ કરતી આ બાલાનું વૃત્તાંત હારા અનુભવ પ્રમાણે તુ નિવેદન કર. અને વિશેષમાં હેને એટલું કહેવાનું છે કે, જે ક્ષેમ કુશલતાએ આજની આ રાત્રી કદાચિત જાય તો પ્રભાતમાં આ બાલાને અમે ઉદ્યાનમાં લાવીશું, અને જરૂર તે ભાગ્યશાળી એને દશ આપે તેવી હારે ત્યાં ગોઠવણ કરવી. કારણ કે, તેના દર્શનથી જ આ બાલા જીવી શકશે.અન્યથા તે યમરાજાના શરણુ થશે એ અહાનિશ્ચય છે. આ પ્રમાણે તેમણે હુને બહુ આજીજી કરી કહ્યું. પછી હું આપની પાસે આવી છું. આ પ્રમાણે આગ્રલતાએ કહેલું તેણીનું વૃત્તાંત
સાંભળી તેના વિરહને લીધે ઘણેજ ચિત્રવેગને સંતાપ. મહારે સંતાપ વધી પડશે અને હું
ચિતા કરવા લાગ્યો કે, અરે? અસહા
For Private And Personal Use Only