________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુરસુંદરીચરિત્ર. બહુ આતુર બની ગઈ, પછી કંઇપણ હૃદયમાં વિચાર કરી સખીઓને કહેવા લાગી કે, હે સખીઓ? આ આમ્ર વૃક્ષે હીંડેલો બાંધીને ક્ષણમાત્ર આપણે કીડા કરી એ તે બહુ સારું.
આ પ્રમાણે તેના કહેવાથી તે સખીઓએ પણ
હીંડેલે તૈયાર કર્યો કે, તરતજ તેઓ આંદેલનકીડા. તે ઉપર આરૂઢ થઈ રમવા લાગી. વળી
સર્વ સખીઓ પોતાની પાસમાં રહેલી છે છતાં પણ કનકમાલા મોટા શબ્દ બેલી સખીઓને સંભળાવવા લાગી. “જે આ યુવાન મારો શબ્દ સાંભળી. મારી તરફ દષ્ટિ કરે તો હું કૃતાર્થ થાઉં ” એવી આશાથી તે ઉચ્ચ સ્વરે બેલતી હતી. તેમ બોલતી તેને જોઈ હાસ્ય તરીકે હું તેને કહ્યું કે, આ સર્વ સખીઓ તો હારી પાસમાં રહેલી છે. છતાં તું શા માટે આવા મેટા ઘાંટાતાને બેલે છે? તેમજ અન્ય કેતુકમાં મસ્ત બનેલ એ આ પુરૂષ તે હને પ્રત્યુત્તર પણ આપતા નથી. તે સાંભળી કનકમાલા કંઈક ઝંખવાણ થઈ. એટલામાં કામદેવ સમાન તે યુવાને કનકમાલા તરફ દષ્ટિ કરી કે, તરતજ તે કનકમાલા ભય અને હર્ષ વેડે અપૂર્વ રસનો અનુભવ કરવા લાગી. તેમજ તે યુવાનની દષ્ટિ માત્રથી રોમાંચિત થઈ તે પિતાને સેભાગ્યવાળી માનતી અને પોતાના જીવિતને પણ કૃતાર્થ માની વિવિધ વિકાસ કરવા લાગી. જેમકે ક્ષણમાં સખીઓને આલિંગન કરે છે, વળી ઉચ્ચ સ્વરે આલાપ કરે છે, નિમિત્ત શિવાય હાસ્ય કરવા લાગી, પગના અંગુઠાથી
For Private And Personal Use Only