________________
Shri Mahavir Jain Aradhana Kendra
૮૪
ક
www.kobatirth.org
સુરસુંદરીચરિત્ર.
અર્થ
નારીને ઘીના ભરેલા ઘડા સમાન કહેલી છે. અને પુરૂષને તપેલા અંગાર સમાન કહેલેા છે. માટે બુદ્ધિમાન પુરૂષે આત્મહિત માટે તેએ અન્નેને એક સ્થાનમ રાખવાં નહી. આ પ્રમાણે વૃદ્ધોનાં વાક્યે આપણે માન્ય કરવાં જોઇએ. આ પ્રમાણે ભાનુવેગનું નીતિમય વચન સાંભળ હું મેલ્યા. ભાઇ ! આમ ઉલટાવી મ્હારૂ ઉપહાસ્ય તુ શા માટે કરે છે ? હું તે! માત્ર કૈતુક વડે આ વાત પૃ છે. તેમાંથી તુ કંઈક અન્ય વિકલ્પ કરવા લાગ્યા છે. પછી ભાનવગ એડલ્યા. આ નગરીની અંદર બહુ યશસ્વી અમિતગતિ નામે એક વિદ્યાધર છે. ચિત્રમાલા નામે તેની ભાર્યાં છે. તેઓની આ કનકમાલા નામે પુત્રી છે. જેણીના ગુણુ અને રૂપ અદ્વિતીય છે. વળી વિજ્ઞાનકલામાં તે બહુ દક્ષ છે. તેમજ હજી તે કુવારી છે. ત્યારખાદ મ્હે હેને કહ્યું કે, આ કાંમદેવનું પૂજન કરે છે તે સ્ત્રી કે છે ? અને આ સખીઓની આગળ વાત કરે છે તે કાણુ છે ? તેમજ આ વેશ્યાના કંઠમાં હાથ નાખી યુવાન પુરૂષ કાણુ ઉભે છે ? એવા મ્હે કેટલાક પ્રશ્ન કર્યા. ત્યારે તે હસીને આલ્યા કે, ભાઈ ! આવા આડાઅવળા પ્રશ્ન પૂછીને તું મને છેતરે છે! પર ંતુવૃદ્ધ બિલાડીને કાઇ કાંજી મૂકીને છેતરવા ધારે તા તે છેતરાય ખરી ! હું સુભગ ! આવા અઘટિત પ્રશ્નોવર્ડ પ્રથમના પ્રશ્નને તુ ઉડાવવા ધારે છે તે ખની શકે ખરૂ ? સૂર્યને છાદડીઓથી ઢાંકવા માટે કોઇ પ્રયત્ન કરે તાપણુ તે પ્રયાસ સિદ્ધ થાય ખરા ? આ પ્રમાણે તેનું વચન સાંભળી. હું લજ્જાને લીધે નીચું મુખ કરી ઉભે! રહ્યો.
નકમાલા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only