________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયપરિચ્છેદજેની અંદર મલયાચલના પવનથી વળાતી શાખાઓ વડે અત્યંત ધણુયમાન કોકિલાઓના મધુર કોલાહલો વડે અફુટ વાર્તા કરતા અને કંઈક લાલ થએલા નવીન પા વડે કિંચિત્ લાલ મુખની કાંતિને ધારણ કરતા તરૂવરે આ મધુમાસને પામીને મત્ત થયા હોય ને શું ? એમ દેખાય છે. વળી વિશેષ ખીલેલાં પુ વડે શોભાયમાન મંજરીઓના સમૂહના રચ્યા છે મુકુટ જેમણે એવા અને પવનથી નમી ગયેલી શાખાઓ વડે યાત્રાળુજનેને જાણે નમસ્કાર કરતા હોયને શું ? એવા અનેક વૃક્ષોથી સુશોભિત, જેની અપૂર્વ શોભાના દર્શન માત્રથી કામ વિકારને પ્રગટ કરનાર એવા તે મકરંદ ઉદ્યાનમાં, અનેક શેભાથી વ્યાપ્ત એવા નાગરિક જન સહિત અમે પ્રવેશ કર્યો કે તરતજ દૂરથી કામદેવનું મંદિર અમારા જેવામાં આવ્યું.
જેની અંદર રતિ અને કામની મૂર્તિઓ સ્થાપન
કરેલી છે, જેમની ભવ્ય કાંતિને લીધે મદનગ્રહ. નેત્રે પણ અંજાઇ જાય છે, જેમની
પૂજા માટે ઘણા લોકોની મેદની અંદર જામી ગયેલી છે, છતાં વિલાસ સહિત લેકે ગમના ગમન કરી રહ્યા છે એટલી વિશાળતા છે અને ઉંચાઈમાં આકાશ મંડેલને અનુસરતું, જેની ચારે તરફ મહાન ëિ રચેલો છે, વળી જેની અંદર અત્યંત મૃદંગના નાદ પ્રસરી રહ્યા છે, તેમજ વનના મદમાં આવેલી સેંકડે કામિનીઓ ના મનહર વનિથી વાચાલિત, અને મધુર ગીતના નાદ
For Private And Personal Use Only