________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૦
તૃતીય પરિચ્છેદ. પડી ગઈ અને તે કયાંઈ પણ ચાલી ગઈ તે હું જાણું શકો નહીં. પછી તેના વિરહથી અસહ્ય દુઃખમાં હું આવી પડે. એવામાં આ માળા તો સુકાઈ ગઈ હતી, ફરીથી એને સ્નિગ્ધ બનાવી હું લાવ્યો છું એમ કહી કેઈક પુરુષે મહારા કંઠમાં તે માળા સ્થાપના કરી. તેટલામાં ગંભીર પટહ, ઝારી, કાંસાળાં, ભેરી અને મૃદંગના નાદથી મિશ્ર થયેલ વાજીંત્રને વનિ સાંભળી હારી નિદ્રા ચાલી ગઈ. છતાં હારી સ્થિતિ તે શય્યામાં જ હતી, પરંતુ હર્ષ અને વિશાદ કારક આ સ્વમ જોઈ અન્ય કઈ પણ કાર્ય હને યાદ આવ્યાં નહીં, માત્ર આ સ્વપનો ભાવાર્થ હું મહારા હદયમાં વિચારવા લાગ્યા, કોઈ દિવસ આવું સ્વપ્ત હને આવ્યું નથી. આજે પ્રથમ નહીં દેખેલું એવું આ વિચિત્ર સ્વમ જોવામાં આવ્યું, આનું ફલ શું હશે? અરે? આ પુષ્પમાળા કાણુ હશે ? શું આથી કોઈ વિદ્યા કે સંપત્તિ મ્હને મળવાની હશે? પ્રથમ આ માળા કોઈએ આપી વળી તે નષ્ટ થઈ અને ફરીથી પણ પ્રાપ્ત થઈ, તે કંઈ પણ મ્હારા જાણવામાં આવ્યું નહીં. એ પ્રમાણે આ સ્વમના તાત્પર્યનો નિશ્ચય કર્યા સિવાય હું જાગી ઉઠ, સ્વપ્રને અર્થ સ્વમમાં જ ગયો, હવે આ બાબતનો ખુલાસે હુને કયાં મળશે? એમ ઉહાપેહ કરતાં શયનમાં ને શયનમાં જ કેટલેક દિવસ ચઢી ગયે પણ વિચારને લીધે મહને કંઈ ભાન રહ્યું નહીં, પછી ત્યાંથી ઉઠીને પ્રભાતનું કેટલુંક કાર્ય કરી હું ભાનવેગની સાથે મહેલના ઉપરના માળે ચિત્રશાળામાં ચઢી ગયો અને મણિ રત્નથી જડેલી ભૂમિવાળા ગવાક્ષમાં બેઠે. ત્યારબાદ પ્રભાતમાં જોયેલા તે સ્વમનું વૃત્તાંત હું ભાનવેગની આગળ
For Private And Personal Use Only