________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૬
સુરસુ દરીચરીત્ર.
ગવાનના દિવ્ય ભવનને જોઇ અમારા આનંદની સીમા રહી નહી, તેમજ તેના દ્વાર ભાગમાં નિર્મળ જળથી ભરેલી વાવની અંદરપાદ પ્રક્ષાલન કરી મારા મિત્રા સહિત હું શ્રીજીનમંદિરના દ્વાર આગળગયા. ત્યાં આગળ પુષ્પહારોની છાબડીએ લઇ માલણાનાં ટોળાં બેઠાં હતાં. તેઓ અમને જોઇ એકદમ ઉભી થઇ. પછી પ્રેમપૂર્વક અમેને આપવા માટે સુગ ંધિત પુષ્પા લઇ તેઓએ હાથ લખાવ્યા. અમે સર્વે તેની પાસેથી પૂજન માટે પુષ્પ લઈ વિધિપૂર્વક અંદર ગયા અને શ્રી જીનેશ્વર ભગવાનના બિબેની પૂજા કરી. બાદ વિધિ પ્રમાણે ચૈત્યવંદન કરી મિત્રાસહિત હું મ ંદિરમાંથી બહાર નિકન્યા. ત્યાં બહારની વિશાલ ભૂમિમાં વિદ્યાધર લેાકેાની મંડળીઓ મેઠી હતી. ત્યાં કેટલીક વાર અમે બેઠા. ખાદ શાંતિ સ્નાત્ર પૂર્ણ થયું એટલે અમે ત્યાંથી ઉભા થયા, અને પરસ્પર એકબીજાને કૌતુક બતાવતા મિત્રા સાથે હું ઈચ્છાગુજખ ચારે તરફ ફરવા લાગ્યા. કાઇક ઠેકાણે વિવિધ પ્રકારનું નૃત્ય કરતી અપ્સરાએના સમૂહને હું જોવા લાગ્યું. કોઈ સ્થળે શ્રીસર્વજ્ઞ ભગવાનના ચરિત્રને વર્ણન કરતા કવી દ્રોના મડળને દૃષ્ટિગોચર કરવા લાગ્યા. પુત્રચિત્વીણા નાદસહિત મનેાહર ગીતધ્વનિ સ ંભળાવા લાગ્યા. પુત્રચિત્ રચેલા વિવિધ પ્રકારની આકૃતિવાળા અલિવિધાન દેખવામાં આવતા હતા. કુચિત્ તરૂણ પુરૂષાએ ગવાતા રાસનિ શ્રવણુ ગોચર થયા. કુન્નચિત દેવાંગનાઓનાં ગવાતાં ગીતાના આનદ લેવામાં આવ્યા. એમ પૂર્વાપર સ્થાનામાં કાતુક વડે મિત્રો સાથે ક્રીડારસના અનુભવ કરતા હું ત્યાં ફરતા હતા.
For Private And Personal Use Only