________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીય પરિચ્છેદ.
૭૫ સાંભળી હું પિતાને ઘેર પિતાના પિતા પાસે આવ્યો. અને મ્હારા તે સર્વ મિત્ર પણ પિત પિતાને ઘેર ગયા. પછી પવનગતિ નામે મ્હારા પિતાની સાથે સ્નાનાદિક વિધિ કરી. તેમજ તે સમયને ઉચિત એવી ધૂપ પુષ્પાદિક સર્વ સામગ્રી લઈ, નાગરિક જનેની સાથે બનાસરખા શ્યામ એવા ગગન મંડળને ઉદ્દેશી હું ચાલવા લાગ્યો. ચાલતાં ચાલતાં અનુક્રમે શ્રી સર્વજ્ઞભગવાનનું મનેહર
મંદિર અમારી દષ્ટિગોચર થયું. તે જીનમંદિર. મંદિર ચાલતા એવા સુકમલ પવનના
લીધે મંદ મંદ હાલતી પતાકાઓ વડે દૂરથી આવતા દરેક લોકોને આવકારની સંજ્ઞા બતાવતું હાયને શું? વળી દુંદુભિ, મૃદંગ, મર્દલ અને ભેરી આદિકા વાજીત્રાના નાદ વડે શ્રીજીનેંદ્રની યાત્રાના સમયે લોકેને નિમંત્રણ કરતું હોય ને શું? એવા તે મંદિરની અંદર અનુકમે અમે પ્રાપ્ત થયા. જેની દરેક દિશાઓમાં અપ્સરાઓના સમૂહ નૃત્ય કરે છે, મને હર ગીતના શ્વનિ વડે ભવ્યજનો નાં હૃદય અનહદ આનંદને અનુભવે છે. નાના પ્રકારના સુંદર વસ્ત્રના ચંદ્રવામાં સર્વત્ર શેભી રહ્યા છે, જેની આકૃતિ અતિ મનહર દીપિ રહી છે. તેમજ વળી જેની અંદર ઘણા પુષ્પહાર રચેલા છે, તેમજ વિચિત્ર ટપકીઓ. દરેક સ્થલે લંબાયમાન હારબંધ ગોઠવવામાં આવેલી છે. તેમજ નીચે ઉપર અમૂલ્ય અને વિશાલ ચંદ્રવાવડે વિભૂષિત છે ચેકિને વિભાગ જેને અને પુષ્પનાં ગુંથેલાં ઉતમ તારણે થી શોભાયમાન છે મધ્ય ભાગ જેને એવા શ્રીજીનેંદ્ર ભગ
For Private And Personal Use Only