________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૪
સુરસુંદરીચરિત્ર. અતિપ્રિય એવા આ વસંત સમયમાં ધર્મિષ્ઠલોકે યાત્રાએ કરે છે. માટે આ વૈતાદયગિરિના સિદ્ધાલયોમાં શ્રીજીનેંદ્રભગવાનની ભકિત માટે બહુ ઉત્સાહપૂર્વક આ દેવતાઓ આવ્યા છે. તે સાંભળી મહેં કહ્યું કે, હે મિત્ર ? જે એમ હાયતે ચાલે આપણે પણ તે સિદ્ધાલયમાં શાશ્વત એવી શ્રીસર્વજ્ઞ ભગવાનની પ્રતિમાઓને ભકિતપૂર્વક વંદન કરી પિતાના મનુષ્ય ભવને સફલ કરીએ. અને વિવિધ વિવાર વડે કરાતી એવી ઉત્તમ શ્રીજીનયાત્રાને પણ જોઈએ?
ત્યારબાદ સર્વમિત્રોએ પણ ખુશી થઈ કહ્યું કે, લ્હારૂં
કહેવું સત્ય છે. આપણે પણ આ યાત્રા જીનયાત્રા. કરવી ઉચિત છે, આત્મસાધન શિવાય
આ જગતમાં સારવસ્તુ અન્ય કંઈ છે જ નહિ. આ ઉત્તમ પ્રકારને મનુષ્ય ભવ પામી શામાટે આપણે ધર્મકાર્યમાં પ્રમાદ કરવો? એમ અય્યારે પરસ્પર વાર્તાપ્રસંગ ચાલતો હતો, તેવામાં મ્હારી ધાવમાતાને પુત્ર બલ નામને અહારી પાસે આવ્યો અને તેણે કહ્યું કે, હે ચિત્રગ? તમ્હારા પિતાએ મ્હને મોકલ્યા છે અને વિશેષમાં કહ્યું છે કે, રત્નસંચય નગરમાં રહેનારા સર્વ વિદ્યાધર લોકે નજીકમાં રહેલા સિદ્ધાલચમાં શ્રીજીનેંદ્રની યાત્રા માટે સ્નાનપૂર્વક ચંદનાદિકને લેપ કરી ઉત્તમ વસ્ત્ર પહેરી અમૂલ્ય શણગાર સજી હેટી રૂદ્ધિ સાથે તૈયાર થયા છે. તેમની સાથે અમે પણ ચાલવાની તૈયારીમાં છીએ. માટે જલદી તું અહીં આવ. જેથી આપણે પણ સ્નાનાદિક કાર્ય કરી તેઓની સાથે ચાલ્યા જઈએ. આ પ્રમાણે અલનું વચન
For Private And Personal Use Only