________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીય પરિચ્છેદ.
૭૩ વિલાસ કરતી કોયલના મધુર નાદવડે માંજર રૂપી માટી દંતપંક્તિને પ્રકટ કરી આમ્રવૃક્ષની ડાળીઓ જાણે હાસ્ય કરતી હોયને શું ? વસંતરૂપી લુમ્બકે હણેલા પથિકના સમૂહને જોઈને નમ્ર મુખ કરી લતાએ કુસુમ રૂપી આંસુએ વડે રૂદન કરતી હોય ને શું? દરેક સ્થાનમાં પડેલાં ઘણાં કેસુડાંના મિષવડે, ગુંજારવ કરતા ભ્રમરાઓના મિસિ મિસિ એવા શબ્દ કરતી મોટી ચિતાઓ પથિકનાં મુડદાંને જાણે બાળતી હોયને શું ? વળી જે વસંતમાસમાં ઝરણના કીનારા ઉપર રહેલા વૃક્ષે પવનથી હાલતા જલની અંદર ડુબી ગયેલી શાખાઓ રૂપી હસ્તવડે પાંથ લોકોને જલાંજલિ આપતા હો ને શું? તેમજ જથાબંધ દેખાતાં કિંશુકરૂપી કસુંબી વસ્ત્રોથી વિભૂષિત, ઉત્તમ મદનલ જેણએ બાંધેલું છે અને પાટલ કુસુમને ધારણ કરતી એવી વસંત લક્ષ્મી નવીન વધુની માફક શેભે છે. વસંતના મહિમાથી બુધ (બુધવાર પંડિત) સહિત, કાવ્ય (શુક્ર) કાવ્ય (માંસ) માં પ્રીતિવાળા શૂરસુભટની માફક સૂર્ય, મીન (માંસ=મીનરાશિ) ને ભેળવીને હાલમાં મેષ (ઘ=મેષરાશિ) તરફ ઉત્સાહ ધરાવે છે. માટે હે મિત્ર ? આવા વસંતના મહિમાને લીધે દરેક દિશાઓમાં કેકિલાઓ કલરવ કરી રહી છે. તેમજ દરેક ઉદ્યાનામાં વિશેષ ગીત વાદ્યના મધુર ધ્વનિ વિસ્તરી રહ્યા છે. કામુક જ ઈચ્છા મુજબ નવા નવા વિલાસો કરે છે. તરૂણ પ્રમદાઓ ચીવનના મદમાં આંદોલન કરી રહી છે. પટહના ધ્વનિ બહુ વિસ્તારથી સંભળાય છે. તેમજ તરૂણ પુરૂષે મદ્યપાનમાં આસકત બની પ્રિયાઓને આનંદ આપે છે. પિતાના પતિ જેમને સ્વાધીન હોય છે એવી સ્ત્રીઓને
For Private And Personal Use Only