________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુરસુંદરીચરિત્ર. ભરત ક્ષેત્રમાં વિખ્યાતિને ધારણ કરતો, વિદ્યાધરોના
સમૂહ જેમાં નિરંતર વાસ કરે છે, દસે વૈતાદ્યવર્ણન. દિશાઓમાં કાંતિને પ્રસારત, ઉન્નત
આકાશન સ્પર્શ કરતા જાણે રૂપાનો ઢગલો હોય ને શું ? તે દેખાવ આપતો, ઝરઝર ઝરતા ઝરણએના હંકારાના પ્રચંડ શબ્દો વડે દિગતોને બધિર કરતો, પુપરસમાં લંપટ બનેલા ભ્રમરાઓના સમૂહ વડે વનભૂમિને શભાતે, દરેક દિશાઓમાં વહેતી એવી નદીઓના ઉછળતા જલના શબ્દો જેની અંદર હંમેશાં શ્રવણચર થયા કરે છે, દરેક સ્થળે વિદ્યાધરનાં મહટાં નગરની પંકિતઓ જેમાં શોભી રહી છે, વળી જેના એકાંત ભાગમાં વિદ્યા સાધવા માટે અનેક વિદ્યારે સાવધાન થઈ ધ્યાન ધરે છે, તેમજ ઉત્તમ સિદ્ધાલવડે જેનાં શિખરે દીપી રહ્યાં છે, વળી દરેક તે સિદ્ધાલયમાં શ્રીજીનેંદ્ર ભગવાનની ભવ્ય આકૃતિમય મૂર્તિઓ સ્થાપના કરેલી છે, વળી તે મૂર્તિઓના પૂજન માટે અનેક પ્રકારના દેવનાં મંડલે ત્યાં આવ્યા કરે છે, તેથી જેની અંદર દરેક વનમાં કદળીઓ (બે) ના મંડપ સ્વભાવિક રહેલા છે, તેઓની સ્વચ્છ અને સુગંધિત હવા માં હંમેશાં મધ્યાન્હ સમયે પોતાની સ્ત્રીઓ સાથે વિદ્યારે નિવાસ કરે છે અને બહુ પ્રકારનાં સંગીત ચલાવે છે, દરેક સ્થાનમાં ચારણમુનિઓ પિતાની મધુર વાણવડે ધર્મદેશના પ્રારંભીને સેંકડે પ્રાણુઓને પ્રતિબંધ આખ્યા કરે છે, વળી જેણે પૂર્વ અને પશ્ચિમ સમુદ્રમાં પ્રવેશ કર્યો છે, તેમજ જેણે મધ્યભાગમાંરહીને પિશુનની માફક ભરત ક્ષેત્રના બે વિભાગ કર્યા છે, વળી બહુ વિશાલ દક્ષિણ
For Private And Personal Use Only