________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુરસુંદરીચરિત્ર. આવ્યું કે હા! પ્રિયતમ ! મ્હારા માટે આપ આવી ભારે આપત્તિને શા માટે પામ્યા? હા આર્યપુત્ર! હાલમાં તમ્હારા વિરહને લીધે નકકી હવે હું જીવવાની નથી. ત્યાર બાદ તરત જ કોઈક દુષ્ટ હક્કાર કરી અતિ નિષ્ફર વચન બા , હે પ્રમદે ! હવે તું હારા સ્વાધીન થઈ છે. આ સમયે ત્યારે નિવારક કોણ થાય તેમ છે? તે સાંભળી મ્હારા હૃદયમાં કેતુક થયું. અને બે ત્રણ ડગલાં આગળ હું ચાલ્યો. તેટલામાં એક વન નિકુંજમાં અદશ્યમાન કેઈક પુરૂષને મહા દુઃખને સૂચવનાર મંદ મંદ વેદનાને શબ્દ મ્હારા સાંભળવામાં આવ્યો. તેથી અમને વધારે આશ્ચર્ય લાગ્યું, પછી હું તેની
શોધમાં તે તરફ ચાલ્યું. આગળ દિવ્યપુરૂષ. જતાં શાખાપ્રશાખાઓ વડે બહુ
વિસ્તારવાળો, સરળ અને ઘણે ઉંચા એક શામલી વૃક્ષ હારા જોવામાં આવ્યું. તેની નીચે માત્ર દર્શનવડે અત્યંત ભયને ઉત્પન્ન કરતા, અગ્નિસમાન નેત્રેની કાંતિને ધારણ કરતા, શ્યામ શરીરથી ઉત્પન્ન થયેલી અતિશય કાંતિ વડે આકાશને પૂર્ણ કરતા, નિર્મળ મણિઓની ઉછળતી કાંતિને લીધે પ્રકાશિત મુખવાળા, બહુ રોષને લીધે પ્રસાલી વિશાળ ફણાઓ વડે ઘેર ભયંકર સ્વરૂપવાળા, અત્યંત લાંબી અને ચંચળ સહસ્ત્ર જીલ્લાઓના સંચાર વડે દુઃસહ ભીતિને પ્રગટ કરતા, અસાધારણ ક્રોધના આવેશથી કુંફાડા મારતા એવા અનેક સર્પો વડે ચારે તરફ વીંટાયેલ એક દિવ્ય. પુરૂષ હારી નજરે પડશે. અતિ દુસહ વેદનાને લીધે વારંવાર મંદ સ્વરે
For Private And Personal Use Only