________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીય પરિચ્છેદ, તે સાંભળી ચક્તિ થઈ ધનદેવ છે, અહે! પિતા
પણ પુત્રોનું આવું અપમાન કરે છે ! ધનદેવ. સંસાર વાસને ધિક્કાર છે. આ સંસારમાં
જે માણસ કાર્યને લીધે મિત્રની માફક બહુ પ્રિય થઈ પડે છે, તેને તે જ માણસ કઈ કાર્યને લીધે શત્રુની માફક Àષ્યપણ થઈ પડે છે, વસ્તુતઃ ખરું જોતાં આ લેકની અંદર મિત્ર કે શત્રુ કોઈ પણ છે નહીં. માતા અને પિતા પણું આ દુનીયામાં કથન માત્ર છે. દરેક સંબંધીઓ પણ કાર્યવાશથી મળી આવે છે, કાર્ય સર્યું એટલે જૂથે જૂથે વ વ અમે અને તમે કેણુ? એવી આ સંસારની પરિસ્થિતિ જોવામાં આવે છે. પિતાના તરફથી પોતાના મને રથ સિદ્ધ થાય એટલે તે પુત્ર વિનયવંત છતાં પણ પિતાને વૈરી સમાન થઈ પડે છે. આવા સંસાર વાસને ધિક્કાર છે. વળી હે કુમાર? તું જ મહાત્મા છે. શાંતિને ખરે લાભ હે જ મેળવ્યો છે. આ દુનીયામાં ખરે વિવેકી પણ તું જ ગણાય અને હારાજ લીધે આ પૃથ્વી વિભૂષિત ગણાય છે. કારણ કે, સામર્થ્ય છતાં પણ પોતાના પિતાએ કરેલા અપમાનને સહન કરી પોતાના સદાચારમાં રહી કંઈ પણ વિપરીત કાર્ય નહીં કરતાં હે દેશ ત્યાગ કર્યો, વિગેરે નવનવી વાર્તાઓના વિસ્તારમાં આસક્ત થયેલા તેઓ બંનેને પરસ્પર સ્નેહભાવ બહુ વધી ગયા અને ક્ષણની માફક તેમના સમાગમમાં પાંચ સાત દિવસ ચાલ્યા ગયા. તેટલામાં સર્વ સાર્થનો વિચાર થયો કે, હવે આપણે બહુ દિવસ થયા માટે દેશમાં જવું જોઈએ.
એ વિચાર ધનદેવના સાંભળવામાં આવ્યું અને
For Private And Personal Use Only